lucknow News/ પટનાથી લખનઉ જતી ઈન્ડિગો ફ્લાઈટ પર 17 હજાર ફૂટની ઊંચાઈએ વીજળી ત્રાટકી, તમામ મુસાફરો સુરક્ષિત

લખનઉ આવી રહેલી ફ્લાઈટના આગળના ભાગે વીજળી ત્રાટકતાં નુકસાન, પાયલટે વિમાનને(Airplane) સુરક્ષિત ઉતાર્યું

India Breaking News
Airplane

Lucknow News: ખરાબ હવામાન વચ્ચે આકાશમાં ઉડતા વિમાન (Airplane) પર વીજળી ત્રાટકતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લખનઉ આવી રહેલી ફ્લાઈટ લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈએ હતી, ત્યારે આ ઘટના બની. વીજળીથી વિમાનના આગળના ભાગને નુકસાન થયું, પરંતુ પાયલટની સમયસૂચકતાથી વિમાન સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાના સમાચાર સામે આવ્યા છે.

Airplane ઉપર વીજળી ત્રાટકી

માહિતી મુજબ, પટના (Patna)થી લખનઉ આવી રહેલી ઈન્ડિગો (IndiGo)ની ફ્લાઈટ નંબર 6E 925 ખરાબ હવામાનમાં ઉડાન ભરી રહી હતી. અચાનક આકાશી વીજળી વિમાન સાથે અથડાઈ, જેના કારણે તેના આગળના ભાગને નુકસાન પહોંચ્યું. વિમાનમાં કુલ 104 મુસાફરો સવાર હતા.

પાયલટે સંભાળી પરિસ્થિતિ

વીજળી પડ્યા પછી સૌથી મહત્વની બાબત વિમાનને સલામત રીતે નીચે લાવવાની હતી. પાયલટે ગભરાયા વગર સૂઝબૂઝથી પરિસ્થિતિ સંભાળી અને વિમાનને લખનઉ એરપોર્ટ સુધી પહોંચાડીને ઈમરજન્સી લેન્ડિંગ  કરાવ્યું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:એક સંદેશ… પછી સંપૂર્ણ સન્નાટો! Bermuda Triangleમાં કેનેડિયન વિમાનનું શું થયું?

આ પણ વાંચો:મુંબઈમાં ભારે પવનથી 8 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ, તમામ વિમાનોનું સેફ લેન્ડિંગ

આ પણ વાંચો:34 હજાર ફૂટ ઉપર કોકપિટમાં હુમલો! ભારતીય પાયલટે કેવી રીતે બચાવ્યું આખું વિમાન?