New Delhi News : દિલ્હીના કનોટ પ્લેસ (Connaught Place)વિસ્તારમાં કાશ્મીરના એક યુવક (Kashmiri Youth)સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. શ્રીનગરના રહેવાસી ફહીમ નઝીરે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સમર્થકોએ તેની સાથે મારપીટ કરી હતી. આ ઘટના બાદ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.
Kashmiri Youth : કનોટ પ્લેસમાં યુવક સાથે મારપીટનો આરોપ
અહેવાલો અનુસાર, કનોટ પ્લેસમાં એક રેસ્ટોરન્ટની બહાર યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી. આ સ્થળે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના નેતાઓ માટે લંચનું આયોજન કર્યું હતું. ફહીમ નઝીરે દાવો કર્યો કે તેણે રાહુલ ગાંધી (Rahul Gandhi)સાથે દુર્વ્યવહાર કર્યો નહોતો, પરંતુ તેને માર મારવામાં આવ્યો હતો.

EVM મુદ્દે સવાલ ઉઠાવ્યાનો દાવો
ફહીમ નઝીરનું કહેવું છે કે તે EVM અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે દાવો કર્યો કે તેણે રાહુલ ગાંધી (Rahul Gandhi)સામે માત્ર સવાલ ઉઠાવ્યા હતા અને આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ છે. યુવકે એવો પણ દાવો કર્યો કે દેશને નેપાળ કે બાંગ્લાદેશ જેવી સ્થિતિ તરફ લઈ જવાનું કાવતરું ચાલી રહ્યું હોવાની વાત સમજાવવા તે પહેલ કરી રહ્યો હતો.
BJPએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
આ મામલે ભાજપે (BJP)કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપ પ્રવક્તા સિદ્ધાર્થ યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના કાર્યકરો (Congress Workers)એ કાશ્મીરી મુસ્લિમ યુવક સાથે મારપીટ કરી. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું નેહરુ-ગાંધી પરિવાર સિવાય અન્ય લોકોના પણ માનવ અધિકારો છે?
સિદ્ધાર્થ યાદવે કોંગ્રેસના ‘પ્રેમની દુકાન’ના નારા પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે રાજકીય પક્ષને આવી રીતે કોઈ વ્યક્તિ સાથે વર્તવાનો અધિકાર નથી. તેમણે આ ઘટનાની નિંદા કરતા કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે.
જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન
દરમિયાન, INDIA ગઠબંધનના નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ કરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ સતત બીજા દિવસે ગઠબંધનના નેતાઓ માટે લંચનું આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક બાદ વિપક્ષી નેતાઓ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રાજઘાટ તરફ કૂચ કરી શકે છે.
આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.
