Not Set/ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મલ્લિકાઅર્જુન ખડગે અને તેમના પુત્રને મળી જાનથી મારી નાખવાની ધમકી

દેશનાં જુદા જુદા રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તીવ્ર બની છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કર્ણાટકનાં પાર્ટીનાં રાજ્યસભાનાં ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજ્ય પોલીસ વડાને અપાયેલી લેખિત ફરિયાદમાં ખડગેએ જણાવ્યું છે કે, રવિવારે કોઈ અજાણ્યા શખ્સે તેમને પહેલા […]

India

દેશનાં જુદા જુદા રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તીવ્ર બની છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કર્ણાટકનાં પાર્ટીનાં રાજ્યસભાનાં ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજ્ય પોલીસ વડાને અપાયેલી લેખિત ફરિયાદમાં ખડગેએ જણાવ્યું છે કે, રવિવારે કોઈ અજાણ્યા શખ્સે તેમને પહેલા લેન્ડલાઇન નંબર પર ફોન કરીને ધમકી આપી હતી અને તે પછી તેમના પુત્ર પ્રિયાંક ખડગેને મોબાઇલ પર ધમકી આપી હતી.

મોબાઇલ પર ધમકી મળ્યા બાદ પ્રિયાંકે પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સૂદને ફરિયાદ કરી છે. મંગળવારે વિધાન પરિષદનાં પૂર્વ સભ્ય રમેશ બાબુએ ટ્વિટર પર ફરિયાદની એક નકલ શેર કરી હતી. પ્રિયાંકે ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે રાત્રે દોઢ વાગ્યે તેમના પિતાને લેન્ડલાઈન ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારાઓએ હિન્દી અને અંગ્રેજીમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાને ધમકી આપી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે. આપને જણાવી દઇએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મલ્લિકાર્જુન ખડગેનાં પુત્ર પ્રિયંક કર્ણાટકમાં કોંગ્રેસનાં ધારાસભ્ય પણ છે. પ્રિયાંકે પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં બોલી રહ્યો હતો અને રાજ્યસભાની ચૂંટણી માટે તેના પિતા મલ્લિકાર્જુન ખડગે માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ પણ કરતો હતો.

દરમિયાન, સોમવારે, 77 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ખડગે કર્ણાટકની કાલાબુર્ગી લોકસભા બેઠક 1972 થી સતત જીતી રહ્યા છે. જોકે, તેમણે 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર ઉમેશ જાધવ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભામાંથી સંસદમાં મોકલવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.