જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી આ મુદ્દે સતત દેશભરમાં ચર્ચાઓ સામાન્ય બની ગઇ છે. તેને લઇને ચાલી રહ્યો વિવાદ, હજુ પણ સ્થિર થવાનું નામ નથી લઈ રહ્યો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં કેમ્પસમાં આ મુદ્દે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘનાં સભ્યો આમને-સામને આવી ગયા હતા. વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મળતી માહિતી મુજબ સાંસદ અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ કાશ્મીર મુદ્દે યોજાયેલા આ સેમિનારમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જીતેન્દ્ર સિંહ સામે સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જીતેન્દ્ર સિંહે અહીં કલમ 370 પર ભાષણ આપવાનું હતું. તે જ સમયે, એબીવીપીનાં વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે લેફ્ટનાં વિદ્યાર્થીઓ ઇરાદાપૂર્વક હંગામો પેદા કરી રહ્યા છે, જો કે થોડા સમય પછી બધુ સામાન્ય થઈ ગયું હતું. આપને જણાવી દઇએ કે, અગાઉ જેએનયુ વહીવટ અને વિદ્યાર્થી સંઘ વચ્ચે તણાવ હતો. અધિકારીઓનો આરોપ છે કે યુનિવર્સિટી પ્રશાસને મંગળવારે ચૂંટણી ખર્ચથી સંબંધિત બિલ સ્વીકારવાની ના પાડી હતી. જો કે, વિવાદ વધતાં લાંબા સમય પ્રતીક્ષા કર્યા પછી જમા કરાયુ હતુ.
#WATCH: Scuffle broke out between two groups of students during a seminar on #Article370 at Jawaharlal Nehru University campus in Delhi, today. Union Minister Jitendra Singh was speaking at the seminar. pic.twitter.com/KOLU18Cyo7
— ANI (@ANI) October 3, 2019
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાં અંત પછી, તમામ રાજકીય પક્ષો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. ખીણનાં તમામ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, જે લોકતંત્રની હસી ઉડાવવા બરાબરની વાત હોય તેવુ રાજનેતાઓનું માનવુ છે. જો કે, હવે બધા નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે અને બાકીનાં નેતાઓને એક પછી એક છૂટા કરવા જણાવ્યું છે. રાજ્યનાં રાજ્યપાલનાં સલાહકારે કહ્યું છે કે, ખીણમાં બધા નેતાઓ એક પછી એક છૂટા કરવામાં આવશે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લા, જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સનાં સજ્જાદ ગની લોન અને અન્ય ઘણા નેતાઓ હજી પણ નજરકેદ હેઠળ છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
