બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો છે. તેમણે જણાવ્યું હતું કે 9 વાગ્યા પછી સુરક્ષા હટાવી દેવામાં આવી છે. આખરે સરકાર શું કરી રહી છે?
“વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને તેમના પરિવારની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”
The security was revoked at 9 in the night. See what the govt is doing? It is a conspiracy to get me & my family killed: Rabri Devi, former CM of Bihar pic.twitter.com/7nr4661XbC
— ANI (@ANI) April 11, 2018
રાબડી દેવીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખીને જણાવ્યું હતું કે જો મને કે મારા કોઈ પરિવારજન સાથે કોઈ ઘટના ઘટશે તો તેનું જિમ્મેદાર ગૃહ મંત્રાલય હશે. આપને જણાવી દઈએ કે સીબીઆઇ ની છાપેમારી બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસ સ્થાન પરથી 32 બિહાર સૈન્ય પોલીસના જવાનોને રાજ્ય સરકારે પાછા બોલાવી લીધા હતા.
After the security at her house being withdrawn, Rabri Devi writes to Bihar CM Nitish Kumar saying, 'If any untoward incident takes place with me & my family, home ministry will be held responsible'. pic.twitter.com/lP2guMaPUo
— ANI (@ANI) April 11, 2018
10 એપ્રિલના રોજ સીબીઆઈ ની ટીમ પટના સ્થિત રબડી દેવીના આવાસ સ્થાન પર પહોંચી હતી અને ચાર કલાક સુધી તેમની અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથે પૂછપરછ કરી હતી.
સુત્રોથી મળેલી જાણકારીઓ પ્રમાણે, સીબીઆઈ ના સાત સદસ્યીય ટીમ મંગળવારે લગભગ બે વાગે અચાનક રાબડી દેવીના આવાસ સ્થાન પર પહોંચી હતી. કથિત રેલ્વે ઘોટાલામાં આરોપી બનાવ્યા પછી સીબીઆઈ એ રબડી દેવીની પહેલી વાર પૂછપરછ કરી હતી સાથોસાથ સીબીઆઈ એ તેજસ્વી યાદવનું પણ બયાન પણ લીધું હતું. ગત વર્ષ ઓકટોબરમાં તેજસ્વી અને લાલુપ્રસાદ યાદવ સાથે દિલ્લીમાં પૂછપરછ થઇ ચુકી છે. આ કેસમાં રાબડી દેવી અને તેજસ્વી યાદવને આરોપી માનવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવે રેલમંત્રી રહેવા દરમિયાન રાંચી અને પુરીના રેલવે હોટલના જાળવણી માટે ટેન્ડર કોચર બંધુઓને દીધું હતું. કોચર બંધુ સુજાતા હોટલના માલિક છે. કોચર બંધુએ વર્ષ 2005 માં પટના સ્થિત ત્રણ એકડ જમીનને દસ સેલ ડીડ દ્વારા સરલા ગુપ્તાની કંપની ડીએમસીએલને સ્થાનાંતરિત કરી હતી. ત્યાર પછી આ જમીનને રાબડી દેવી અને તેજસ્વીના સ્વામિત્વવાળા લારા પ્રોજેક્ટને દઈ દેવામાં આવી હતી.
