World News/ પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબાર: ગર્ભવતી મહિલા અને બાળકો સહિત 9નાં મોત

અમેરિકાના પેન્સિલવેનિયા (Pennsylvania) ના એરી શહેરમાં ગોળીબારમાં બાળકો સહિત 9 લોકોનાં મોત, હુમલાખોર પણ મૃત મળ્યો

World Breaking News
Pennsylvania

World News: અમેરિકાના પેન્સિલવેનિયા (Pennsylvania) રાજ્યના એરી શહેરમાં શુક્રવારે સાંજે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બાળકો સહિત 9 લોકોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આશંકા છે કે તેણે પોતાને ગોળી મારી હતી. ઘટના પેરી સ્ટ્રીટ પર બની હતી.

Pennsylvaniaમાં અંધાધૂંધ ગોળીબાર

એક અહેવાલ મુજબ, 9 ઑક્ટોબરે સાંજે લગભગ 5 વાગ્યે પોલીસને ગોળીબાર(Firing)ની માહિતી મળી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એક વ્યક્તિએ ઘરની બહાર ગોળીબાર કર્યો અને પછી અંદર જતો રહ્યો.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને રસ્તા પર બે મહિલાઓના મૃતદેહ મળ્યા. અહેવાલ મુજબ, તેમાંથી એક મહિલા ગર્ભવતી હતી. ત્યારબાદ પોલીસ અને વિશેષ કમાન્ડો ટીમ (SWAT) એ ઘરને ઘેરી લીધું. આ દરમિયાન ઘરની અંદરથી વધુ ગોળીઓ ચાલવાના અવાજો સંભળાયા. બાદમાં પોલીસ ઘરની અંદર પ્રવેશી, ત્યારે ત્યાં વધુ સાત લોકોના મૃતદેહ મળ્યા, જેમાં બાળકો પણ સામેલ હતા. શંકાસ્પદ હુમલાખોર પણ ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યો.

આ વર્ષે અમેરિકામાં 320થી વધુ મોત

અમેરિકન ન્યૂઝ ચેનલ WCVB અનુસાર, 24 સપ્ટેમ્બર સુધી આ વર્ષે અમેરિકામાં માસ શૂટિંગ (Mass Shooting) ની 343 ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓમાં 320થી વધુ લોકોનાં મોત થયા છે. આ ઘટનાઓ ગન વાયોલન્સ (Gun Violence) ના વધતા પ્રમાણ તરફ ઈશારો કરે છે.

પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી

પોલીસ મામલાની તપાસમાં લાગી છે. હાલ આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ગોળીબાર શા માટે કરવામાં આવ્યો તેનું કારણ પણ હજી સુધી સામે આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ ચાલુ છે અને ઘટના પાછળના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.


આ પણ વાંચો:વારાણસી એરપોર્ટ પર અચાનક ગોળીબારથી દોડધામ, મહિલા સહિત બે ઘાયલ

આ પણ વાંચો:બેંગકોકની સ્કૂલમાં ખૂની ખેલ; વિદ્યાર્થીએ દાદા-દાદીની હત્યા કરી સ્કૂલમાં કર્યો ગોળીબાર, 8ના મોત

આ પણ વાંચો:કેનેડાના ટોરોન્ટોમાં ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 2નાં મોત