કોરોના અપડેટ/ દેશમાં આજે નવા કોરોનાના નવા 15 હજારથી વધુ કેસ,દિલ્હીમાં દર્દીઓની સંખ્યામાં વધારો

દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે કોરોનાના 1964 કેસ નોંધાયા હતા, જ્યારે 1939ને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી અને હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી

Top Stories India

ભારતમાં કોરોનાના કેસ સતત 15 હજાર સુધી હાલ ચથાવત છે પરતું કેસમાં સતત વધઘટ થયા કરે છે જે ચિંતાજનક બાબત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,754 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન રોગચાળામાંથી ઓછા દર્દીઓ સાજા થયા છે. ચિંતાની વાત એ છે કે દિલ્હીમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બુધવારે રાજધાનીમાં ચેપનો દર 10 ટકાની નજીક પહોંચી ગયો હતો અને રોગચાળાને કારણે આઠ લોકોના મોત થયા હતા.શુક્રવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં 15,754 નવા દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 15,220 સ્વસ્થ થયા હતા. કુલ સક્રિય કેસ પણ વધુ ઘટીને 1,01,830 થઈ ગયા છે. દૈનિક ચેપ દર 3.47 ટકા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હીમાં 20844 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 9.42 ટકા લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે કોરોનાના 1964 કેસ નોંધાયા હતા, જ્યારે 1939ને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી અને હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આઠ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. નિષ્ણાતો ચિંતિત છે કે અન્ય રોગોના કારણે દાખલ કરવામાં આવેલા કેટલાક દર્દીઓ પણ કોરોના પોઝિટિવ બહાર આવી રહ્યા છે.