Ahmedabad News/ સરખેજમાં ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો

પોલીસ તપાસ દરમિયાન હુક્કાબાર (Hookah Bar) ચલાવવાના આરોપસર હર્ષ દેવેનભાઈ ત્રિપાઠી, ઉંમર 23 વર્ષ અને જૈનમ સાલીનભાઈ દોશી, ઉંમર 24 વર્ષની પૂછપરછ કરવામાં આવી હતી

Gujarat Others
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એસ.જી. હાઈવે (SG Highway) નજીક કાફેની આડમાં ચાલતા કથિત ગેરકાયદેસર હુક્કાબાર (Hookah Bar)સામે પોલીસે કાર્યવાહી કરી છે.

Ahmedabad News : અમદાવાદના સરખેજ વિસ્તારમાં એસ.જી. હાઈવે (SG Highway) નજીક કાફેની આડમાં ચાલતા કથિત ગેરકાયદેસર હુક્કાબાર (Hookah Bar)સામે પોલીસે કાર્યવાહી કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મુનબીન કાફેમાં દરોડો પાડી નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા સહિત કુલ રૂ.12,740નો મુદ્દામાલ કબજે કર્યો છે.

SG Highway પર કાફેમાં હુક્કાબારનો પર્દાફાશ

સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે મકરબા પશ્ચિમ ગેટ સામે શ્રી રામ મોટર્સની પાછળ આવેલા મુનબીન કાફેમાં ગેરકાયદેસર હુક્કાબાર (Illegal Hookah Bar) ચાલતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે કાફેમાં દરોડો (Police Raid)પાડ્યો હતો.

દરોડા દરમિયાન કાફેની અંદર અલગ-અલગ ફ્લેવરના નામે નિકોટીનયુક્ત તમાકુ ધરાવતા હુક્કા મળી આવ્યા હતા. પોલીસે હુક્કાના વિવિધ ફ્લેવરના પેકેટ, હુક્કા તેમજ અન્ય સામગ્રી કબજે કરી હતી.

બે સંચાલકો સામે પોલીસ કાર્યવાહી

પોલીસ તપાસ દરમિયાન હુક્કાબાર (Hookah Bar) ચલાવવાના આરોપસર હર્ષ દેવેનભાઈ ત્રિપાઠી, ઉંમર 23 વર્ષ અને જૈનમ સાલીનભાઈ દોશી, ઉંમર 24 વર્ષની પૂછપરછ કરવામાં આવી હતી. બંને કાફેના સંચાલન સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાફેમાંથી મળી આવેલી હુક્કા સામગ્રીને વધુ તપાસ માટે કબજે લેવામાં આવી છે.

રૂ.12,740નો મુદ્દામાલ કબજે

સરખેજ પોલીસ (Sarkhej Police) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હુક્કાબારમાંથી કુલ રૂ.12,740ની કિંમતનો હુક્કાને લગતો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાફેમાં હુક્કાબાર કેવી રીતે ચલાવવામાં આવતો હતો અને તેની સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને ગેરકાયદેસર હુક્કાબાર સામેની મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર PCB નો દરોડો

આ પણ વાંચો : હુક્કાબારમાં ગેંગરેપ : કિશોરીઓને ફસાવીને વેશ્યાવૃત્તિ માટે લઈ જવાતી હતી,રેશ્મા વિશે મકાનમાલિકનો મોટો ખુલાસો

આ પણ વાંચો : સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો