ગુજરાત/ કેશોદ નગરપાલિકામાં પ્રાંતઅધિકારીનાં આદેશનું કોઈ મહત્વ નથી : ઓર્ડર છતાં શહેરમાં લાગેલા છે મોટા હોર્ડિંગ્સ

જ્યારે પ્રાંતઅધિકારી દ્વારા હોર્ડિંગ્સ ઉતારી લેવાનો આદેશ છે છતાં પણ નગરપાલિકાને શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા હોર્ડિંગસ ઉતારી લેવામાં કોઈ રસ હોય નહિ તેમાં હજુ હોર્ડિંગ્સ લાગેલા છે.

Top Stories Gujarat Others
શિક્ષણાધિકારી

કેશોદ શહેરમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સલામતીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે દિવસ શાળા કોલેજો બંધ રાખીને જરૂરીયાત ઉભી થાય તો અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્કેયારે શોદના પ્રાંત અધિકારી દ્વારા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર જાહેરાતોના ઉભાં કરવામાં આવેલ હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારી લેવા કેશોદ નગરપાલિકા કચેરીને લેખિતમાં આદેશ આપ્યો છે છતાં અધિકારીઓ અને કર્મચારીઓએ એ આદેશનું પાલન કર્યું નથી. શિક્ષણાધિકારી

1.2 1 કેશોદ નગરપાલિકામાં પ્રાંતઅધિકારીનાં આદેશનું કોઈ મહત્વ નથી : ઓર્ડર છતાં શહેરમાં લાગેલા છે મોટા હોર્ડિંગ્સ

 

1.4 કેશોદ નગરપાલિકામાં પ્રાંતઅધિકારીનાં આદેશનું કોઈ મહત્વ નથી : ઓર્ડર છતાં શહેરમાં લાગેલા છે મોટા હોર્ડિંગ્સ

વધુ વિગત અનુસાર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ છે. અનેક જગ્યાઓ પર તો ભારે તારાજી સર્જાઈ છે. બોડેલીમાં તો પૂરની સ્થિતિ છે. જ્યારે સૌરાષ્ટ્ર ભરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું છે. અત્યાર સુધીમાં વરસાદના કારણે કેટલાક લોકોના મકાન પડી ગયા છે તો કોઈના મોત પણ થયા છે ત્યારે સાવચેતીના ભાગ રૂપે કેશોદ નગરપાલિકાને લેખિતમાં આદેશ કર્યો છે છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ અને આધિકારીઓને આ આદેશનું કોઈ મહત્વ હોય કે હોર્ડિંગસ પડવાથી શહેરીમાં જાનહાની અને માલહાની થઇ શકે એવી ચિંતા હોય તેવું લાગતું નથી. જ્યારે પ્રાંતઅધિકારી દ્વારા હોર્ડિંગસ ઉતારી લેવાનો આદેશ છે છતાં પણ નગરપાલિકાને શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા હોર્ડિંગસ ઉતારી લેવામાં કોઈ રસ હોય નહિ તેમાં હજુ હોર્ડિંગસ લાગેલા છે. શું કેશોદ નગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ આ હોર્ડિંગસ પડવાની અને જાનહાની તેમજ માલહાની થવાની રાહ જોઈ રહ્યા છે?

1.1 1 2 કેશોદ નગરપાલિકામાં પ્રાંતઅધિકારીનાં આદેશનું કોઈ મહત્વ નથી : ઓર્ડર છતાં શહેરમાં લાગેલા છે મોટા હોર્ડિંગ્સ

આ પણ વાંચો : સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર