સ્પોર્ટ્સ/ ભાવનગરમાં આઈ.જી.કપ ટેનિસ ટુર્નામેન્ટ બની રહીએ છે લોકોના આકર્ષણનું કેન્દ્ર : શિક્ષણમંત્રી પણ રમી રહ્યા છે….

ભાવનગરમાં યુવાનો ટેનિસ માટે ખૂબ જાગૃતતા બતાવી રહ્યા છે. ઉત્સાહિત થઈને છોકરીઓ પણ ટેનિસ રમી રહી છે. ભવિષ્યમાં નેશનલ ઇન્ટરનેશનલ પ્લેયર આપણે ભાવનગરમાંથી મળે તો નવાઈ નહિ.

Top Stories Gujarat Others
સ્પોર્ટ્સ

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણીના હસ્તે ભાવનગર સિડસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આઈ.જી. કપ  ટેનિસ ટુર્નામેન્ટ પ્રારંભ કરાવામાં આવ્યો છે. ભાવનગર ખાતે સતત બીજા વર્ષે પણ આઇ. જી.પી ટેનિસ  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ સ્પર્ધામાં 200 થી વધારે ટેનિસ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમજ આગામી સમયમાં આયોજિત થનાર DDO કપ અને RCM કપ સાથે કુલ મળી ભાવનગરમાં પ્રતિવર્ષ પાંચ કપની વિવિધ સ્પર્ધા રમાડવામાં આવશે.

ટેનિસ

ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લોન ટેનિસ આઇ.જી.કપ ટૂર્નામેન્ટની શરૂઆત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શુક્રવારે મોડી સાંજે કરાવી હતી. આ આ તકે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, લોન ટેનિસની રમતનું આવું ભવ્ય આયોજન આ ખેલનાં ફલકને વિસ્તારવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસ છે. રાજ્યમાં રમત માટેની રમતવીરોમાં રૂચી વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરી રમતવીરોમાં નવો જોમ અને જુસ્સો ભર્યો હતો. જેને લીધે આજે ગુજરાતમાં અનેક ખેલાડીઓ વિવિધ રમતોમાંઆગળ આવી રહ્યાં છે. તેમજ  ભાવનગરમાંથી તૈયાર થયેલા ખેલાડીઓ આગામી સમયમાં ગુજરાત અને દેશનું નેતૃત્વ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેમજ જીતુભાઇ એ જણાવ્યું હતું કે  આગામી દિવસોમાં લોન ટેનિસની DDO કપ અને RCM કપની સાથે વધુ એક ફાઈનલ કપ મળી કુલ પાંચ કપ વર્ષ દરમિયાન ભાવનગર ખાતે યોજાશે તેમજ ગુજરાત ની તમામ શાળા,યુનિવર્સિટીમાં અઝાદીકા અમૃત મહોસ્તવ નિમિતે વિવિધ સ્પોર્ટ સ્પર્ધા યોજાશે.

ટેનિસ

સ્પર્ધાના પ્રારંભ પ્રશંગે ભાવનગર રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, બાળકોના સાર્વત્રિક વિકાસ માટે ઈન્ડોર સાથે આઉટડોર ગેમ રમાડવી પણ એટલી જ આવશ્યક – આ કપનાં આયોજન થકી ભાવનગરમાં ખૂબ જ સરસ સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થઇ રહ્યું છે. 200 થી વધુ ખેલાડી ઓનું રજીસ્ટ્રેશન તેમજ 700 થી વધુ મેચ યોજવી એ ગૌરવની વાત છે. જે ખેલાડીઓનો લોન ટેનિસ રમત પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. આ તકે કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધાનું આયોજન થવાથી સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળશે.તેમજ નેશનલ તથા ઈન્ટરનેશનલ ખેલાડીઓ બનવા માટે યોગ્ય વાતાવરણ મળી રહેશે.

ટેનિસ

ઊલ્લેખનીય છે કે, ગત વર્ષે યોજાયેલ આઇ.જી.કપને મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે પણ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની પ્રેરણા અને પ્રોત્સાહનથી કરવામાં આવી રહ્યું છે.  આ સ્પર્ધા તા.૧૦  જૂન, ૨૦૨૨ થી તા.૨૦ જૂન, ૨૦૨૨ એમ કુલ ૧૦ દિવસ સુધી યોજાશે. આ સ્પર્ધામાં ૧૦ કેટેગરીમાં ૮ વર્ષથી લઈને ૭૨ વર્ષના ટેનિસના ખેલાડીઓ જોડાઇ ભાવનગર અને અન્ય જિલ્લામાંથી મળી કુલ ૨૦૦ લોકો પોતાની રમતનું કૌવત બતાવશે. આટલાં બધાં ખેલાડીઓની નોંધણી આ રમત માટેની ચાહના બતાવે  છે કે, ભાવનગર ની સાથે સમગ્ર રાજ્યમાં લોન ટેનીસની ચાહના વધી રહી છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

આ પણ વાંચો : જીત માટે માર્ગદાર્શન અને ધગશ જોઈએ : ભાવનગરના છેવાડાના ગામડાના 9 બાળકોની મોટી સિદ્ધિ જૂઓ