Gujarat Election/ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે આટલા ઉમેદવારો મેદાનમાં,સૌથી વધારે લિબાયતમાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ રાજકીય પક્ષો વધુમાં વધુ બેઠકો જીતવા પ્રયાસ કરી રહી છે

Top Stories Gujarat
17 11 ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે આટલા ઉમેદવારો મેદાનમાં,સૌથી વધારે લિબાયતમાં
  • વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
  • 182 બેઠક પર 1621 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
  • પ્રથમ ચરણની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં
  • બીજા ચરણની 93 બેઠક પર 833 ઉમેદવારો
  • લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો નોંધાયા
  • બીજા ચરણમાં બાપુનગરમાં સૌથી વધુ 29 ઉમેદવારો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ રાજકીય પક્ષો વધુમાં વધુ બેઠકો જીતવા પ્રયાસ કરી રહી છે અને તેની માટે પૂરજોશમાં પાર્ટીઓ પ્રચાર કરી રહી છે, તેવામાં હવે બે તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો આ ચૂંટણી જંગમાં ઝંપાલાવ્યું છે તે નક્કી થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. 182 વિધાનસભાની બેઠકો પર ઉમેદવારનો ફાઇનલ થઇ ગયા છે. 182 બેઠકો પર હવે કુલ 1621 ઉમેદવારો ચૂંટણી લડશે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો હવે ચૂંટણી લડશે જયારે બીજા તબક્કાની 93 બેઠકો પર 833 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે.સૈાથી વધારે લિબાયત બેઠક પર ફોર્મ ભરાયા છે. જયારે સૈાથી ઓછા ઉમેદવારો બાપુનગરમાં નોંધાયા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે, પહેલા તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બીજા તબકકાની ચૂંટણી યોજાવવાની છે.