દરોડા/ ચિરીપાલ ગ્રુપ પાસેથી વધુ 5 કરોડની જવેલરી મળી આવી,આવક વિભાગની સઘન તપાસ યથાવત

અમાદાવાદમાં આયકર વિભાગે ચિરીપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા અને આ દરોડા યથાવત રીતે તપાસની કામગીરી હાલ પણ ચાલુ છે,

Top Stories Gujarat
2 ચિરીપાલ ગ્રુપ પાસેથી વધુ 5 કરોડની જવેલરી મળી આવી,આવક વિભાગની સઘન તપાસ યથાવત

અમાદાવાદમાં આયકર વિભાગે ચિરીપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા અને આ દરોડા યથાવત રીતે તપાસની કામગીરી હાલ પણ ચાલુ છે,ચિરીપાલ ગ્રુપના 40 જુદા જુદા સ્થળો પર દરોડા આવકવેરા વિભાગે પાડિ હતી,અને આ સર્ચ ઓપરેશનમાં 150 વધુ અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા,આ તપાસમાં વધુ 5 કરોડની જવેલરી મળી આવી છે. જેથી કુલ જવેલરી 50 કરોડને પાર થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે IT વિભાગના દરોડામાં ચિરીપાલ ગ્રુપના કુલ 1 હજાર કરોડના બિનહિસાબી વહેવારો ઝડપાયા હતા. આ દરોડામાં 24 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી અને દરોડામાં કુલ 20 કરોડના દાગીના મળી આવ્યા હતા.  ચિરrપાલ ગ્રુપ એ ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં સક્રિય છે.

સૂત્રોના જણાવ્યા અનુાસાર આ સાથે રૂ. 800 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે કુલ 39 લોકર જપ્ત કર્યા હતા. જેમાંથી 38 લોકરની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે એક લોકરની તપાસ હજુ પણ બાકી છે