અમરેલી/ રેલ્વે ટ્રેક પર સિંહો બાદ હવે સાત ભેંસોના કમકમાટી ભર્યા મોત

આજે ગુડ્ઝ ટ્રેનની અડફેટે ભેંસનું ટોળું આવ્યું હતું. રેલ્વે ટ્રેક પર અચાનક આવી ગયેલા ભેંસના ટોળા પર ટ્રેન ફરી વળી હતી. આ અકસ્માતમાં ટ્રેનમાં કપાઈ જવાથી 7 ભેંસનાં મોત થયાં છે, જ્યારે બે ભેંસને ઈજા પહોંચી છે.

Gujarat Others
રેલ્વે ટ્રેક પર સિંહો બાદ હવે સાત ભેંસોના કમકમાટી ભર્યા મોત

આજે ગુડ્ઝ ટ્રેનની અડફેટે ભેંસનું ટોળું આવ્યું હતું. રેલ્વે ટ્રેક પર અચાનક આવી ગયેલા ભેંસના ટોળા પર ટ્રેન ફરી વળી હતી. આ અકસ્માતમાં ટ્રેનમાં કપાઈ જવાથી 7 ભેંસનાં મોત થયાં છે, જ્યારે બે ભેંસને ઈજા પહોંચી છે.

રાજુલા તાલુકાના ભેરાઇ ઉંચેયા વચ્ચે ફાટક પરથી પીપાવાવ પોર્ટ આવતી ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી, એ વખતે ભેંસનું ટોળું ટ્રેક ઉપર આવી ચડતાં એકસાથે 9 ભેંસ ટ્રેનની હડફેટે આવી હતી, એમાંથી 7 ભેંસનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયાં હતાં, જ્યારે 2 ભેંસને ઈજા પહોંચી હતી.

આ અકસ્માતની ઘટના બનતાં ગુડ્સ ટ્રેન થોડીવાર માટે ઊભી રહી હતી. આ તમામ ભેંસ ભેરાઈ ગામની હતી. ભેરાઇ ગ્રામજનો મોટી સંખ્યામાં રેલવેટ્રેક ઉપર દોડી આવ્યાં હતાં. ઘટનાને લઈ રાજુલા રેન્જ વન વિભાગની ટીમો પણ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ગ્રામજનોએ ભેંસોનાં મોતને લઈ વળતર આપવા માટેની પણ માગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે

આ પણ વાંચો:વડોદરા/જ્યારે અમારો સમય આવશે:પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બાબરીની તસવીર સાથે માથું ધડથી અલગ કરવાની ધમકી