સુરતના રાંદેર વિસ્તારમાં એક યુવક સુસાઇડ કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ યુવક જુનાગઢથી સુરત આવ્યો હતો.
8 માર્ચના રોજ બહેનના લગ્ન છે લગ્નની કંકોત્રી આપવાની હોવાથી સુરત આવેલો આ યુવક રાંદેલ વિસ્તારમાં રોકાયો હતો અને રાંદેલ વિસ્તારમાં આવેલા રાજહંસ રેસિડેન્સી ખાતેથી વહેલી સવારે પાંચમાં માળેથી ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યું હતું. આ આત્મહત્યા પછી શંકાકુશંકા ઉભી થઈ રહી છે.
ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા કરનાર આ યુવકનું નામ પિયુષ વાનપરિયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ પસરી ગયો હતો. અને થોડાક જ દિવસો પછી તેની બેહનના લગ્ન નજીક આવી રહ્યાં છે.
