Not Set/ અમૂલ કંપની લાવી રહી છે હળદરવાળું દૂધ અને આઈરીશ ડ્રીંક મોકટેલ

અમદાવાદ  દૂધની સૌથી મોટી બ્રાંડ એટલે અમુલ નામ જ જીભે આવી જાય. અમુલ એ એશિયાની સૌથી મોટી દૂધની બ્રાંડ છે. ટૂંક જ સમયમાં અમુલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ‘ હલ્દી દૂધ (હળદરવાળું દૂધ) લોંચ કરવાનું વિચારી રહી છે. કંપની દ્વારા નવી પેઢીને ધ્યાનમાં લઈને ‘હલ્દી દૂધ’ સાથે ‘આઈરીશ ડ્રિંક મોકટેલ’ પણ લોંચ કરવામાં આવશે. અમુલ ડેરીના […]

India
amul અમૂલ કંપની લાવી રહી છે હળદરવાળું દૂધ અને આઈરીશ ડ્રીંક મોકટેલ

અમદાવાદ 

દૂધની સૌથી મોટી બ્રાંડ એટલે અમુલ નામ જ જીભે આવી જાય. અમુલ એ એશિયાની સૌથી મોટી દૂધની બ્રાંડ છે. ટૂંક જ સમયમાં અમુલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ‘ હલ્દી દૂધ (હળદરવાળું દૂધ) લોંચ કરવાનું વિચારી રહી છે. કંપની દ્વારા નવી પેઢીને ધ્યાનમાં લઈને ‘હલ્દી દૂધ’ સાથે ‘આઈરીશ ડ્રિંક મોકટેલ’ પણ લોંચ કરવામાં આવશે.

Image result for turmeric milk

અમુલ ડેરીના ડાયરેક્ટર ડો. કે રતનામએ કહ્યું કે અમૂલ પાસે હાલમાં ૧.૫૦ લાખ યુનિટ પ્રતિ દિન તૈયાર કરી શકે તેટલી ક્ષમતા છે. ટૂંક સમયમાં દૂધની આ બંને જે વેરાયટી લોન્ચ કરવામાં આવાની છે તે આણંદ સ્થિત અમૂલ ડેરી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે.

ગુજરાત કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજીંગ ડાયરેક્ટર આરએસ સોઢીએ જણાવ્યું કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ દૂધ ખુબ મદદરૂપ થશે. હળદરવાળું દૂધ એ ઘણી બીમારી સામે લડવા માટેની આયુર્વેદિક દવા છે.

Image result for turmeric milk

હળદરવાળું દૂધ માત્ર ભારતમાં જ નહિ પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે.