Not Set/ UPSC પાસ કર્યા વગર બની શકશો ક્લાસ વન ઓફિસર, મોદી સરકારે કર્યો મોટો નિર્ણય

કેન્દ્રમાં ચાર વર્ષ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સરકારમાં ઉચ્ચ અધિકારી બનવા માટે યુપીએસસી (UPSC)ની સિવિલ પરીક્ષા પાસ કરવાની જરૂર પડશે નહીં. મોદી સરકારના આ નિર્ણયથી પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનારા સિનિયર અધિકારી પણ સરકારમાં ઉચ્ચ પદે નિયુક્તિ મેળવી શકશે. ખૂબ અપેક્ષિત લેટરલ એન્ટ્રીની ઔપચારિક અધિસૂચના સરકાર […]

Top Stories India Trending Politics
Modi Government has made a big decision, Become Class One Officer without having passed the UPSC

કેન્દ્રમાં ચાર વર્ષ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સરકારમાં ઉચ્ચ અધિકારી બનવા માટે યુપીએસસી (UPSC)ની સિવિલ પરીક્ષા પાસ કરવાની જરૂર પડશે નહીં. મોદી સરકારના આ નિર્ણયથી પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનારા સિનિયર અધિકારી પણ સરકારમાં ઉચ્ચ પદે નિયુક્તિ મેળવી શકશે. ખૂબ અપેક્ષિત લેટરલ એન્ટ્રીની ઔપચારિક અધિસૂચના સરકાર તરફથી આપવામાં આવી છે. રવિવારે આ પદ પર નિયુક્તિ માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ માટે વિસ્તારથી ગાઇડલાઇન સાથે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત સરકાર દ્વારા આ માટે સર્વિસ નિયમોમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી બ્યૂરોક્રેસીમાં લેટરલ એન્ટ્રીની પ્રારંભથી જ તરફેણ કરી રહ્યા છે.

 

પીએમઓમાં 10 વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી પદ માટેની લેટરલ એન્ટ્રી સાથે જોડાયેલી અધિસૂચના અંગે કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કહ્યું કે, આ ફેરફારથી ઉપલબ્ધ સ્ત્રોતમાંથી સારા લોકોની પસંદગી કરવાની તક મળશે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપલબ્ધ સ્ત્રોતમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરવાનો એક પ્રયાસ છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે દરેક ભારતીય નાગરિકને પોતાની પ્રતિભા અને ક્ષમતા પ્રમાણે પોતાનો વિકાસ કરવાની તક મળશે.

 

લેટરલ એન્ટ્રી માટેના નિયમો કેવા હશે?

ડીઓપીટી તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના પ્રમાણે મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરીના પદ પર નિયુક્તિ કરવામાં આવશે, પદ માટેની મુદત ત્રણ વર્ષની રહેશે. જો સારુ પ્રદર્શન રહેશે તો પાંચ વર્ષ સુધી ટર્મ વધારવામાં આવશે. આ પદ પર આવેદન માટેની ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષ છે. આ પદ પર નિયુક્ત પામેલા ઓફિસરનું વેતન કેન્દ્ર સરકારના અંતર્ગત જોઇન્ટ સેક્રેટરીને સમકક્ષ હશે. તો તમામ સુવિધાઓ પણ તેમના જેવી જ મળશે. આ ઓફિસરોએ સર્વિસના નિયમોને આધારિત કામ કરવાનું રહેશે.

 

ઉલ્લેખનીય છે કે કોઇ મંત્રાલય અથવા વિભાગમાં જોઇન્ટ સેક્રેટરીનું પદ ખૂબ જ મહત્વનું હોય છે અને તમામ મોટી નીતિને અંતિમ રૂપ આપવા અથવા તેનું અમલ કરવામાં મહત્વનું યોગદાન છે. આ ઓફિસરોનું માત્ર એક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનતી કમિટી આ ઇન્ટરવ્યૂ લેશે. યોગ્યતા અનુસાર સામાન્ય ગ્રેજ્યુએટ અને કોઇ સરકારી, પબ્લિક સેક્ટર યુનિટ, યુનિવર્સિટી સિવાય કોઇ પ્રાઇવેટ કંપનીમાં 15 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર જ અરજી કરી શકશે.

 

શરૂઆતની પહેલ પ્રમાણે અત્યારે સરકાર દ્વારા હાલ 10 મંત્રાલયોમાં એક્સપર્ટ જોઇન્ટ સેક્રેટરીને નિયુક્તિ કરવામાં આવશે. આ 10 મંત્રાલય અને વિભાગ ફાઇનાન્સ સર્વિસ, ઇકોનોમિક અફેયર્સ, એગ્રીકલ્ચર, રોડ ટ્રાન્સપોર્ટ, શોપિંગ, પર્યાવરણ, રિન્યૂઅબલ એનર્જી, સિવિલ સર્વિસ, એવિએશન અને કોમર્સ મંત્રાલયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંત્રાલયો અને વિભાગોમાં નિયુક્તિ બાદ આવડત પ્રમાણે પોસ્ટિંગ કરવામાં આવશે.