નવી દિલ્હી,
દુનિયાની સૌથી મોટી સોશિયલ સાઈટસ કંપનીઓમાંની એક ફેસબુકમાં ગયા મહિને જ ઇતિહાસની સૌથી મોટી હેકિંગ થઇ હતી. આ દરમિયાન ૨૯ મિલિયન લોકોના ડેટા હેક થયા હતા.
ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ હેકિંગ દ્વારા ક્યાં પ્રકારે યુઝર્સની જાણકારી એક્સેસ થઇ હતી. આ જાણકારીમાં યુઝર નેમ અને કોન્ટેક્ટ ઇન્ફો હતા. પરંતુ કેટલાક મામલાઓમાં પર્સનલ ડિટેલ્સ જેવી કે, લોકેશન, ધર્મ શામેલ છે.
જો કે ૨૯ મિલિયન ફેસબુક યુઝર્સ પ્રભાવિત થયા બાદ કંપની યુઝર્સને એક ટૂલ આપી રહી છે, જેમાં યુઝરને ખબર પડી શકશે કે એકાઉન્ટમાં ડેટા આ હેકિંગમાં કોઈ ક વ્યક્તિએ જોયો છે કે નહિ.
આ માટે તમારે આ https://www.facebook.com/help/securitynotice લીંક પર ક્લિક કરીને ફેસબુક હેપ્લ સેન્ટરમાં જઈ શકો છો. ત્યાં તમને એક નોટિસ મળશે જેમાં લખ્યું હશે કે, તમારું એકાઉન્ટ આ હેકિંગથી પ્રભાવિત છે કે નહિ.