Vaccine/ અહીં ફાઈઝરની રસી આપ્યાના બે દિવસ પછી આરોગ્ય કર્મચારીનું મોત, પિતાએ જવાબ માંગ્યો

પોર્ટુગલ: ફાઈઝરની રસી આપ્યાના બે દિવસ પછી આરોગ્ય કર્મચારીનું મોત, પિતાએ જવાબ માંગ્યો

Top Stories World
amerika 13 અહીં ફાઈઝરની રસી આપ્યાના બે દિવસ પછી આરોગ્ય કર્મચારીનું મોત, પિતાએ જવાબ માંગ્યો

કોરોના વાયરસને હરાવવા માટે ફાઇઝરની રસી લગાડ્યા પછી એક મહિલાનું મોત નીપજ્યું છે. 41 વર્ષીય મહિલા વ્યવસાયે આરોગ્ય કર્મી હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકનું નામ સોનિયા અસીવેડો છે. નવા વર્ષના દિવસે ઘરે ‘અચાનક’ તેનું મોત નીપજ્યું હતું, અને એ પણ રસી આપ્યાના  48 કલાક પછી.

પોર્ટુઝિસ ઇન્સ્ટિટ્યૂટ ઓન્કોલોજીમાં બાળ ચિકિત્સા વિભાગમાં કાર્યરત બે બાળકોની માતા એવી આરોગ્ય કર્મીને  રસી આપ્યા પછી કોઈ આડઅસર જણાઈ ના હતી.  એસીવેડોના પિતા એબિલિઓ એસેવેડો પોર્ટુગીઝ દૈનિકને કહ્યું, ‘તે સ્વસ્થ્ય હતી. તેને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી. ‘

તેમણે કહ્યું- ‘સોનિયામાં કોરોનાનાં લક્ષણો પણ નહોતાં. મને ખબર નથી કે શું થયું. પણ મારે જવાબ જોઈએ છે. હું જાણવા માંગુ છું કે મારી પુત્રીના મોતનું કારણ શું છે? ‘ પોર્ટુગલની હોસ્પિટલે પુષ્ટિ કરી છે કે 30 ડિસેમ્બરે સોનિયાને રસી આપવામાં આવી હતી. આ પછી, હોસ્પિટલને કોઈ આડઅસર વિશે જાણ કરવામાં આવી ન હતી.

હોસ્પીટલે જાહેર કરેલા એક નિવેદન પ્રમાણે 1 જાન્યુઆરી, 2021 ના ​​રોજ પોર્ટો આઇપીઓના એક  સહાયકનું  અચાનક મૃત્યુ થયું છે. બોર્ડ ઓફ ડિરેક્ટરએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને પરિવાર અને મિત્રોને થયેલા નુકસાન માટે દુ .ખ વ્યક્ત કર્યું હતું. આ સંજોગોમાં મૃત્યુનું કારણ સમજાવવા માટે સામાન્ય કાર્યવાહી કરવામાં આવશે. ‘

રસી મળ્યા બાદ તેણીએ  ફેસબુક પર ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે કોવિડ -19 રસી અપાઈ છે. સોનિયાના પિતાએ જણાવ્યું કે 1 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે તેમને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની પુત્રી મૃત હાલતમાં મળી આવી છે. તેઓએ જણાવ્યું કે તેઓએ નવા વર્ષની પૂર્વસંધ્યાએ સાથે નાસ્તો કર્યો. પિતાએ કહ્યું, “મારી પુત્રી ઘરની બહાર આવી હતી અને મેં તેને હમેશા માટે ગુમાવી સીધી છે.

સોનિયા એ 538 પોર્ટો આઇપીઓ કર્મચારીઓમાંની એક હતી જેમને ફાઇઝરની કોરોના રસી આપવામાં આવી છે. પોર્ટુગલ મંત્રાલયને આ વિશે જાણ કરવામાં આવી છે. તે જ સમયે, સોનિયાની પુત્રી વૈન્યાએ કહ્યું કે તેની માતાએ કહ્યું હતું કે જ્યાં રસી મૂકવામાં આવી છે ત્યાં સામાન્ય પીડા છે.