Not Set/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના નવાકદળ વિસ્તારમાં હજી પણ અથડામણ ચાલુ છે. આ સાથે 2 આતંકવાદીઓ ઠાર થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જણાવીએ કે સુરક્ષાદળોએ આ અથડામણ મોટી સફળતા મેળવી છે. સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ 18 મેની મોદી રાત્રે શરૂ થઇ હતી. આતંકવાદી માર્યા ગયા બાદ સુરક્ષાદળનું ઓપરેશન […]

India
2796d010909b5258b6bf841b0338f2c4 1 જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના નવાકદળ વિસ્તારમાં હજી પણ અથડામણ ચાલુ છે. આ સાથે 2 આતંકવાદીઓ ઠાર થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જણાવીએ કે સુરક્ષાદળોએ આ અથડામણ મોટી સફળતા મેળવી છે. સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ 18 મેની મોદી રાત્રે શરૂ થઇ હતી. આતંકવાદી માર્યા ગયા બાદ સુરક્ષાદળનું ઓપરેશન હજી ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ એક મકાનમાં છુપાયેલા હતા.

ઉલ્લેખીનીય છે કે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓ લાંબા સમય સુધી ફાયરિંગ કર્યું ન હતું, જે બાદ સુરક્ષાદળોએ આતંકવાદીઓની શોધ શરૂ કરી હતી. આ પછી આતંકીઓએ ફરીથી ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

મળતી માહિતી મુજબ, એન્કાઉન્ટર સ્થળે હજી એકથી બે આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. જ્યારે કેટલાક તોફાની તત્વો આતંકવાદીઓને મદદ કરવા આસપાસ ભેગા થયા છે. આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે આ તોફાની તત્વોની સુરક્ષાદળો પર પથ્થરમારો થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હકીકતમાં, લગભગ 11.30 વાગ્યે, જ્યારે આતંકીઓએ ગોળીબાર કરવાનું બંધ કર્યું હતું, ત્યારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આ તોફાની તત્વોએ સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

સુરક્ષાદળોએ પહેલા તેમને હટવા માટે કહ્યું, પરંતુ વારંવાર કહેવા છતાં પણ  જ્યારે તેઓ સંમત ન થયા, સુરક્ષા દળએ લાકડીઓ ચલાવી અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ કાર્યવાહીમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

આપને જણાવી દઈએ કે, સોમવારની મધ્યરાત્રિએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા શ્રીનગરના નવાકદળ વિસ્તારમાં કેટલાક મકાનોને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ સમય દરમિયાન, ત્યાં એન્કાઉન્ટર શરૂ થયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.