enforcement directorate/ ફ્રીઝ અને સ્માર્ટ ટીવીના બિલ કાઢી જમીન કૌભાંડના તાર જોડ્યા

31 કરોડની જમીન કૌભાંડમાં ઈડીએ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પર લગાવ્યો આરોપ

Top Stories India
Beginners guide to 2024 04 07T164545.049 ફ્રીઝ અને સ્માર્ટ ટીવીના બિલ કાઢી જમીન કૌભાંડના તાર જોડ્યા

Zarkhand News :ઈડીએ ઝારકંડના પીર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપર આરોપ લગાવ્યો હતો કે તેમણે 31 કરોડ રૂપિયાથી વધુની 8.86 એકર જમીન ગેરકાયદે મેળવી હતી. ઈડીએ કોર્ટમાં પોતાના આ દાવાના સમર્થનમાં એક રેફ્રિજેટર અને સ્માર્ટ ટીવીના બિલ પુરાવા તરીકે રજૂ કર્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ આ રસીદો રાંચી સ્થિત બે ડિલરો પાસેથી મેળવી અને તેને ગયા મહિને ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા અને ચાર અન્ય વિરૂધ્ધ દાખલ પોતાના આરોપ પત્રમાં સામેલ કર્યા હતા. રાંચીમાં જજ રાજીવ રંજનની વિશેષ પીએમએલએ કોર્ટે 4 એપ્રિલે ઈડીની ફરિયાદને આધારે સંજ્ઞાન લીધું હતું.

હેમંત સોરેનના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ 31 જાન્યુઆરીએ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ મામલામાં ઈડીએ ધરપકડ કરી હતી. હાલમાં તેઓ રાંચીની હોટવાર સ્થિત બિરસા મુંડા જેલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. ઈડી અનુસાર ઉપરોક્ત બન્ને ગેજેટ સંતોષ મુંડાના પરિવારના સભ્યોના નામે ખરીદવામાં આવ્યા હતા. તેમણે એજન્સીને જણાવ્યું હતું કે તે આ જમીન (8.86 એકર) ઉપર 14 થી 15 વર્ષ માટે હંમેત સોરેનની સંપત્તિની દેખભાળકર્તાના રૂપમાં રહે છે. એજન્સીએ હેંમત સોરેનના આ દાવાનું ખંડન કરવા માટે કે તેમને આ જમીનથી કોઈ સંબંધ નથી. સંતોષ મુંડાના નિવેદનનો ઉપયોગ કર્યો હતો.

ઈડીએ જમીનના ટુકડા પર રાજકુમાર પાહન નામની વ્યક્તિના દાવાને પણ ફગાવી દીધો હતો. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે રાજકુમાર હેમંત સેરોન દ્વારા સંપત્તિને પોતાના નિયંત્રણમાં રાખવા માટે ફક્ત એક ચહેરો હતો. ઈડીએ દાવો કર્યો કે ગયા વર્ષે ઓગસ્ટમાં આ મામલે જ્યારે સોરેનને પહેલું સમન્સ મોકલ્યું તેના તરત બાદ રાજકુમાર પાહને રાંચીના કમિશનરને એક પત્ર લખ્યો હતો. પાહને દાવો કર્યો કે જમીનનો માલિકી હક તેની અને અન્ય લોકો પાસે છે. પાહને રાંચીના કમિશનર પાસે માંગણી કરી હતી કે અન્ય માલિકોના નામ પર પહેલાનું મ્યુટેશન રદ્દ કરવા તેમને તેમની સંપત્તિમાંથી બેદખલ કરવાથી બચાવવામાં આવે. ઈડીએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે હેંમત સોરેનની ધરપકડના બે દિવસ પહેલા 29 જાન્યુઆરીએ રાજકુમાર પાહનને જમીન બહાલ કરી દીધી હતી. જેથી ઝામુમો નેતા નિયંત્રણ અને કબજા નિર્બાધ બન્યો રહે। ઈડી અનુસાર ભૂમિ મુળ રૂપે એક ભુઈંહારી સંપત્તિ હતી. જેને સામાન્ય પરિસ્થિતીમાં કોઈને હસ્તાંતરિત કે વેચી શકાય તેમ ન હતું. જ્યારે મુંડા અને પાહન આવી જમીન સંપત્તિના માલિકના રૂપમાં ઉભા કરાયા હતા. ઈડીએ દાવો કર્યો હતો કે મુળ માલિકો દ્વારા જમીન કેટલીક વ્યક્તિઓને વેચી દેવાઈ હતી. પરંતુ હેમંત સોરેને આ ખરીદદારોને બેદખલ કરી દીધો અને 2010-11 માં જમીન પર નિયંત્રણ કરી લીધું હતું.

આ પ્રકારે સ્થારિત થાય છે કે સંતોષ મુંડા અને તેના પરિવાર આ સંપત્તિ પર રહેતો હતો અને આરોપી રાજકુમાર પાહનના કબ્જામાં ન હતી. ઈડીએ વધુમાં કહ્યું કે રાજકુમાર પાહન હેમંત સોરેનના ચહેરાના રૂપમાં કામ કરતો હતો આથી સંપત્તિને કોઈ રીતે પાહન અને તેના પરિવારના સભ્યોના કબજામાં હોવાનું દર્શાવી શકાય. ઉપરાંત હેમંત સોરેન વિરૂધ્ધના પુરાવાને નિષ્ફળ બનાવી શકાય અને ગુનાની સંપત્તિને છુપાવી શકાય. ઈડીએ આ સબુતો ચાર્જશીટ સાથે જોડ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ