Not Set/ અફઘાનિસ્તાનના કાબુલમાં અંધારપટ છવાયો,વીજળીના બાકી લેણા કે અન્ય કારણ?

અફઘાનિસ્તાન વીજ કંપનીને ટાંકીને સમાચાર એજન્સી સ્પુટનિકે અહેવાલ આપ્યો છે કે ઉત્તરી અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં ટેક્નિકલ સમસ્યાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે

Top Stories
abul અફઘાનિસ્તાનના કાબુલમાં અંધારપટ છવાયો,વીજળીના બાકી લેણા કે અન્ય કારણ?

ઉઝબેકિસ્તાનથી પુરવઠામાં તકનીકી ખામી બાદ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તેમજ અન્ય ઘણા પ્રાંતોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અફઘાનિસ્તાનની સરકારી વીજ કંપની ‘દા અફઘાનિસ્તાન બ્રેશ્ના શેરકટ (DABS)’ એ બુધવારે આ માહિતી આપી. બ્લેકઆઉટ મધ્ય એશિયાના દેશોને લગભગ 62 મિલિયન ડોલરનું વીજળીનું બિલ ચૂકવવા માટે સરકારી અધિકારીઓની સંપત્તિ વેચવાની તૈયારીમાં હોવાના અહેવાલો બહાર આવ્યાના થોડા દિવસો પછી જ આ ઘટના ઘટી છે. ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં ખાવા -પીવાની કટોકટી છે.

અફઘાનિસ્તાન વીજ કંપનીને ટાંકીને સમાચાર એજન્સી સ્પુટનિકે અહેવાલ આપ્યો છે કે ઉત્તરી અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં ટેક્નિકલ સમસ્યાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જો કે, વીજ કંપનીએ એમ પણ કહ્યું છે કે તેમનો ટેક્નિકલ સ્ટાફ વહેલામાં વહેલી તકે આ મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પાવર સપ્લાય માટે મધ્ય એશિયાના દેશો પર નિર્ભર છે. અફઘાનિસ્તાનને તેની 80 ટકા વીજળી ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનમાંથી મળે છે. જો કે, આ વર્ષે ઓગસ્ટમાં તાલિબાનોના કબજા બાદથી તાલિબાન આ દેશોનું દેવું ચૂકવવામાં અસમર્થ રહ્યું છે.

ભૂતપૂર્વ DABS ચીફ દાઉદ નૂરઝાઈએ ​​આ મહિને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ શિયાળો આવે ત્યાં સુધી વીજળીના ગંભીર કાપનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું હતું કે તાલિબાન દ્વારા વીજ પુરવઠો આપનારા દેશોને બાકી બિલની ચુકવણી ન કરવાને કારણે આવું થઈ શકે છે. જો કે, આ દરમિયાન, ડીએબીએસના એક્ઝિક્યુટિવ હેડ સફીઉલ્લાહ અહમદઝાઈએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં પાવર કાપ ટાળવા માટે આયોજિત રીતે તમામ લેણાં ચૂકવી દેશે.