Not Set/ કેરળના ૩ જીલ્લામાં ફરી ભારે વરસાદને પગલે લીધે રેડ એલર્ટ, સરકારે માંગી મદદ

આશરે બે મહિના પહેલા આવેલા પૂર્ણ લીધે કેરળમાં ભારે તબાહી મચી ગઈ હતી અને કરોડોનું નુકશાન થયું હતું. હાલ પણ કેરળના ૩ જિલ્લાને ભારે વરસાદના લીધે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિક હવામાન વિભાગે રાજ્યના ઇડુકી, ત્રિશુર અને પલક્કડ જીલ્લામાં ૭ ઓક્ટોમ્બરથી બહરે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. Met Centre has predicted that […]

Top Stories India
keral કેરળના ૩ જીલ્લામાં ફરી ભારે વરસાદને પગલે લીધે રેડ એલર્ટ, સરકારે માંગી મદદ

આશરે બે મહિના પહેલા આવેલા પૂર્ણ લીધે કેરળમાં ભારે તબાહી મચી ગઈ હતી અને કરોડોનું નુકશાન થયું હતું. હાલ પણ કેરળના ૩ જિલ્લાને ભારે વરસાદના લીધે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

સ્થાનિક હવામાન વિભાગે રાજ્યના ઇડુકી, ત્રિશુર અને પલક્કડ જીલ્લામાં ૭ ઓક્ટોમ્બરથી બહરે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

કેરળના  મુખ્યમંત્રી પિનરઈ વિજયે માછીમારોને દરિયાથી દૂર રહેવા અને દરિયામાં ના જવા માટે સલાહ આપી છે.

વધુમાં જણાવ્યું હતું કે જીલ્લા પ્રશાસનને જરૂરી પગલા ઉઠાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને સાથે પર્યટકોને મુન્નાર સહિત અન્ય પહાડી વિસ્તારમાં નહી જવાનું કહેવામાં આવ્યું છે.

સીએમ વિજયને ભારે વરસાદને પગલે રેડ એલર્ટને જોઈ કેન્દ્ર પાસે મદદની માંગ કરી છે. એનડીઆરએફની 5 ટીમોની પણ તેમણે માંગ કરી છે.