Not Set/ પાકિસ્તાનને ચેતવણી જરૂર પડશે તો સરહદ પાર બેઠેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીશું

જમ્મુ ક્ષેત્રના રાજૌરી અને પુંછમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલા થઈ રહ્યા છે, ત્યારબાદ  અનેક  એન્કાઉન્ટરમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.

Top Stories India
1112211 પાકિસ્તાનને ચેતવણી જરૂર પડશે તો સરહદ પાર બેઠેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીશું

સીમા પારના આતંકવાદને લઈને ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે જો જરૂર પડશે તો અમે સરહદની તે બાજુના આતંકવાદીઓ સામે પણ કાર્યવાહી કરીશું. આ અંગે માહિતી આપતાં દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહેએ શુક્રવારે  પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું  કે આતંકવાદીઓ સામે માત્ર સરહદની આ બાજુ જ નહીં પરંતુ જરૂર પડ્યે સરહદની પેલી બાજુએ પણ કાર્યવાહી કરવામાં આવશે. સરહદ પાર બેઠેલા આતંકવાદીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

એક કાર્યક્રમમાં ભાગ લેતા રક્ષા મંત્રીએ કહ્યું, “લોકો વારંવાર કહેતા હતા કે જો કલમ 370 નાબૂદ થશે તો આખું કાશ્મીરમાં હિંસા ફેલાઇ જશે અને ભડકે બળશે. જશે.ઉલ્લેખનીય છે કે જમ્મુ ક્ષેત્રના રાજૌરી અને પુંછમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલા થઈ રહ્યા છે, ત્યારબાદ  અનેક  એન્કાઉન્ટરમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.

રાજનાથ સિંહે કહ્યું, ‘એ સાચું છે કે અમારા દુશ્મનો અશાંત છે. હું નિશ્ચિતપણે કહી શકું છું કે કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓનું મનોબળ તૂટી ગયું છે. 11 ઓક્ટોબરથી ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા અને તેમને ખતમ કરવા માટેનું ઓપરેશન તેજ કર્યું છે. ખાસ કરીને સરહદને અડીને આવેલા બે જિલ્લા પૂંછ અને રાજૌરી આતંકવાદીઓના ખતરામાં આવી ગયા છે.

રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘હવે આપણે ક્રિકેટ મેચ રમવાની કે ન રમવાની વાત નથી કરતા અમે સ્પષ્ટ કહ્યું છે કે સરહદ પર આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, જરૂર પડશે તો સરહદ પારના આતંકવાદ પર પણ કાર્યવાહી કરવામાં આવશે.