નવી દિલ્હીઃ ભારતીય રિસર્વ બેંક ટુંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ રિલિઝ કરશે. જેમા ડિઝાઇન હાલની નોટ કરતા જૂદી હશે. આ 50ની નોટમાં દરેક નંબર પેનલ પર ‘L’ લખવામાં આવશે. તેના પર હાલના RBI ના ગર્વનર ઉર્જીત પટેલની સિગ્નેચર હશે.
જોકે રિઝર્વ બેંકે એપણ સ્પષ્ટ કર્યું છે કે, 50ની જૂની નોટ ચાલતી રહેશે. આરબીઆઈ અનુસાર પચાસ રૂપિયાની નવી નોટ નવી ડિઝાઈન અને નવી સીરીઝની હશે. તેના પર નંબર પર નવી રીતે છપાયેલ હશે.
આ નોટો પર આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે. નવી નોટ પર પ્રિન્ટિંગ વર્ષ 2016 છપાયેલ હશે. જોકે 50ની જૂની નોટ પણ ચાલુ જ રહેશે.