PM Birthday/ પીએમ મોદી પાસે કેટલી છે સંપત્તિ? જાણો તેમના જન્મદિવસ નિમિત્તે સંપૂર્ણ વિગતો

હાલમાં પીએમ મોદીની કુલ સંપત્તિ 2.23 કરોડ રૂપિયા છે અને એક વર્ષમાં તેમાં 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમની સંપત્તિની મોટાભાગની રકમ બેંક ખાતામાં જમા છે.

Top Stories India
પીએમ મોદી

પીએમ મોદી 72 વર્ષના થઈ ગયા છે અને આજે તેમનો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે પીએમ મોદી પાસે કેટલી સંપત્તિ છે અને તેમની પાસે શું છે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી. પીએમઓ અનુસાર, પીએમ મોદી પાસે હાલમાં કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને એક વર્ષમાં તેમાં 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમની સંપત્તિની મોટાભાગની રકમ બેંક ખાતામાં જમા છે અને તેમની પાસે કોઈપણ પ્રકારની સ્થાવર મિલકત નથી. તેમની પાસે અગાઉ ગાંધીનગરમાં જમીનનો હિસ્સો હતો, જે તેમણે દાનમાં આપ્યો હતો.

કેટલી છે રોકડ

પ્રાપ્ત માહિતી અનુસાર, 31 માર્ચ 2022 સુધીમાં પીએમ મોદી પાસે કુલ રોકડ 35,250 રૂપિયા છે. આ સિવાય તેમની પોસ્ટ ઓફિસમાં 9,05,105 રૂપિયાની NSC અને 1,89,305 રૂપિયાની જીવન વીમા પૉલિસી છે.

Untitled 1 પીએમ મોદી પાસે કેટલી છે સંપત્તિ? જાણો તેમના જન્મદિવસ નિમિત્તે સંપૂર્ણ વિગતો

કેટલી છે સંપત્તિ

PMOની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 31 માર્ચ 2022ના રોજ પીએમ મોદીની કુલ સંપત્તિ 2,23,82,504 છે. ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં રૂ. 26.13 લાખનો વધારો થયો છે. વર્ષ 2002માં તેમણે રહેણાંકની જમીન ખરીદી હતી. પરંતુ હવે તેના પર તેમનો કોઈ અધિકાર નથી. કારણ કે તેમણે તેનું દાન કર્યું છે.

પીએમ પાસે 4 સોનાની વીંટી છે

પીટીઆઈ અનુસાર, પીએમ મોદી પાસે 4 સોનાની વીંટી છે, જેની કિંમત 1.73 લાખ રૂપિયા છે. આ સિવાય તેણે કોઈ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી. આ તેમની 31 માર્ચ, 2022 સુધીની જાહેર કરેલી સંપત્તિ છે, જેની માહિતી PMOની વેબસાઇટ પર પણ છે.

પીએમ મોદીનો જન્મ 1950માં થયો હતો

પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. તેઓ દેશના પહેલા વડાપ્રધાન છે, જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. એક સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીનો સત્તાના શિખર પર પહોંચવો એ વાતનો સંકેત છે કે જો વ્યક્તિમાં પ્રબળ ઈચ્છા શક્તિ અને પોતાના મુકામ સુધી પહોંચવાની ખેવના હોય તો તે મુશ્કેલ પરિસ્થિતિઓને આસાન બનાવીને પોતાના માટે નવા રસ્તાઓ બનાવી શકે છે.

આ પણ વાંચો :તમારા મનપસંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા શિક્ષિત છે, જાણો તેમના જન્મદિવસ પર ખાસ વાત

આ પણ વાંચો :આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોથી ભરેલી ફ્લાઈટનું એન્જિન ફેલ થતા મોટી દુર્ઘટના ટળી,ખેલાડીઓનો આબાદ બચાવ

આ પણ વાંચો :74 વર્ષ બાદ દેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જોવા મળશે, PM મોદીએ જન્મદિવસ પર આપી ખાસ ભેટ