ભાવ વધારો/ ચૂંટણી પુર્ણ થતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા

India
000000 ચૂંટણી પુર્ણ થતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બેરલમાં મંદી છે. પરતું ભારતમાં  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળે છે. વિધાનસભાની ચુંટણી પૂરી થતા જ ઓઈલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં 12 પૈસાથી લઈને 15 પૈસા સુધીનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલ 18 પૈસા મોંઘુ થયું છે. અગાઉ 15 એપ્રિલના રોજ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી હતી.

એપ્રિલમાં એક અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર ઘટાડો થયો હતો. આ બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલ છે. અનેક અઠવાડિયાથી ક્રૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 63 ડોલર પ્રતિ બેરલ નીચે ગઈ હતી. પરંતુ હવે તેજી પાછી ફરી રહી છે.

ઉલ્લેખનીય છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ બેરલનો ભાવ ઓછો છે, છતા પણ ભારતમાં પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની સૌથી વધારે આવક પેટ્રોલ અને ડિઝલમાંથી થાય છે. ચૂંટણી બાદ ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે.