અક્ષયપાત્રએ બાળકોને રાખ્યા ભૂખ્યા/ વડોદરામાં કર્મચારીઓની હડતાળને લઇ 15 શાળાના બાળકો રહ્યા ભુખ્યા

સંસ્થા અને કર્મચારીઓ વચ્ચેની લડાઈમાં હવે આ ગરીબ બાળકોનું પેટ કોન ઠારશે

Top Stories Gujarat Vadodara
Mansi 12 1 વડોદરામાં કર્મચારીઓની હડતાળને લઇ 15 શાળાના બાળકો રહ્યા ભુખ્યા

વડોદરા શહેરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના 300 કર્મચારીઓ સતત બીજા દિવસે પગાર વધારા તેમજ સમાન હક સમાન વેતન સહિતના મુદ્દે હડતાળ પર ઉતરી ગયા છે. કાયમી અને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કર્મચારીઓને પગાર  સમયસર આપવાની માગ સાથે પોતાની માંગણીઓ પૂરી કરી ન્યાય અપાવવાની માગ કરી રહ્યા છે.કર્મચારીઓની હડતાળને લઇ ભોજન ન પહોંચતા વડોદરામાં 15 શાળાના બાળકો ભુખ્યા રહ્યા.

અક્ષય પાત્ર સંસ્થામાં કામ કરતા 300થી વધુ કર્મચારીઓ વર્ષ 2010થી પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. સમયસર પગાર ન મળવા છતાં આ તમામ કર્મચારીઓ નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા આવ્યા છે. સરકારી શાળામાં ભણતા ગરીબ ઘરના બાળકો ભોજનથી વંચિત ન રહે અને આ તમામ બાળકોને સમયસર ભોજન મળે તેના માટે આ કર્મચારીઓએ પોતાની કામગીરીમાં કોઈ કચાસ છોડી નથી.

કર્મચારી રશિક પરમારે આક્ષેપ કરતા જાણવ્યું હતું કે, હું છેલ્લા દોઢ વર્ષ થી BHS કોન્ટ્રાક્ટ હેઠળ અક્ષય પાત્ર માં ફરજ બજાવું છું. અમને પગાર સમયસર આપવામાં નથી આવતો સાથે મળવા પાત્ર લાભોથી પણ અમને વંચિત રાખી અમારું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. અમને જાણાવ્યું હતું કે, તમે એક વર્ષ નોકરી કરશો તો તમને કાયમી કરી દેવામાં આવશે પરંતુ બહારના લોકોને કાયમી કરી દેવામાં આવે છે અને અમને એગ્રીમેન્ટ લેટર પણ આપવામાં નથી આવતો અને રજૂઆત કરીએ તો નોકરી માંથી કાઢી મૂકે છે. અમારી પડતર માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે હડતાલ પૂર્ણ નહિ કરીયે

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં સરકારી વેબસાઇટના આંકડા મુજબ નાની મોટી થઈને કુલ 1066 શાળાઓ આવેલી છે, જેમાં 135765 જેટલા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ તમામ વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની મધ્યાહન ભોજન સેવાની લાભ લે છે ત્યારે સંસ્થાના પાપે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા 300થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા