AMTS-Accident/ અમદાવાદમાં AMTSની બસે વેપારીને હડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં એએમટીએસની બસે વેપારીને હડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. એએમટીએસની બસે ભુલાભાઈ ચાર રસ્તા પાસે વેપારીને ટક્કર મારતા વેપારી રીતસરનો હવામાં ફંગોળાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.

Top Stories Ahmedabad Gujarat Trending Breaking News

અમદાવાદઃ અમદાવાદમાં એએમટીએસની બસે વેપારીને હડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. એએમટીએસની બસે ભુલાભાઈ ચાર રસ્તા પાસે વેપારીને ટક્કર મારતા વેપારી રીતસરનો હવામાં ફંગોળાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતના પગલે એએમટીએસની બસનો ચાલક લોકોના મારના ડરથી ફરાર થઈ ગયો હતો.

એએમટીએસની બસે વેપારીને ટક્કર મારતા ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ઘટનાસ્થળે 108 દોડી આવી હતી અને તેણે વેપારીને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વેપારી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પોલીસે અકસ્માત ગુનો નોંધીને એએમટીએસની બસના ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીની જાણ તેના સગાસંબંધીઓને કરવામાં આવતા સમગ્ર કુટુંબમાં કલ્પાંત મચી ગયું છે. આખું કુટુંબ શોકગ્રસ્ત થઈ ગયું છે. મૃતક વેપારી કુટુંબનો એકમાત્ર કમાનાર હતો અને આખું કુટુંબ હવે નિરાધાર થઈ ગયું હોય તેવી સ્થિતિ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી