USA News/ અમેરિકામાંથી આ વર્ષે દર છ કલાકે એક ભારતીયને ડિપોર્ટ કરાયો

આઇસીઈએ પહેલાથી જ દેશ નિકાલ માટે નિર્ધારિત વ્યક્તિઓની સૂચિ તૈયાર કરી છે,

Top Stories World

Usa News : યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના વર્ષ 2024 ના વાર્ષિક અહેવાલ 19 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો. તે અનુસાર આ વર્ષે, દર છ કલાકે એક ભારતીયને યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.2021માં કુલ 59011 લોકોને યુએસમાંથી ડીપોર્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 292 ભારતીયો હતાં. 2024 માં કુલ 271484 લોકોને ડીપોર્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી 1529 ભારતીયો હતાં.આ 400 ટકાનો વધારો દર્શાવે છે.

એક ભારતીય સેન્ટ્રલ એજન્સીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વર્ષોથી ડીપોર્ટ કરવાની સંખ્યામાં વધઘટ યુએસ ઇમિગ્રેશન નીતિઓમાં ફેરફાર, અમલીકરણ પ્રાથમિકતાઓ અને યુએસ અને ભારત વચ્ચેનાં દ્વિપક્ષીય કરારો સહિતનાં વિવિધ પરિબળોને કારણે 2024 માં આ વધારો થયો છે.

2019 અને 2020 ના કોવિડ વર્ષો દરમિયાન, યુએસ પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રથમ કાર્યકાળ દરમિયાન, કુલ 3928 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછાં ભારત મોકલવામાં આવ્યાં હતાં. 2021 માં જ્યારે જો બાઈડેને યુએસ પ્રમુખ તરીકે પદ સંભાળ્યું, ત્યારે 2024 નો અહેવાલ બહાર પાડવામાં આવ્યો ત્યાં સુધી દેશનિકાલ કરાયેલાં ભારતીયોની કુલ સંખ્યા 3467 પર પહોંચી ગઈ હતી.આઇસીઈએ પહેલાથી જ દેશ નિકાલ માટે નિર્ધારિત વ્યક્તિઓની સૂચિ તૈયાર કરી છે, અને લગભગ 18000 બિનદસ્તાવેજીકૃત ભારતીયોને પોતાને ઘરે પાછા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

નવેમ્બર 2024 સુધીનાં આઇસીઈ ડેટા દર્શાવે છે કે, 17940 ભારતીયો એવાં 14.4 લાખ લોકોમાં સામેલ છે જેમને યુએસમાંથી હટાવવાના અંતિમ આદેશ મળ્યો છે.

છેલ્લાં 5 વર્ષોમાં યુએસમાંથી ડીપોર્ટ કરાયેલાં ભારતીયોની સંખ્યા

વર્ષ ડીપોર્ટ સંખ્યા
2019 1616
2020 2312
2021 0292
2022 0276
2023 0370
2024 1529


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અફઘાનિસ્તાનમાં TTPના અનેક ઠેકાણાઓ પર પાકિસ્તાનના હુમલા : મૃતક આંક 15થી વધીને 46

આ પણ વાંચો:22 વર્ષ પછી વતન પરત ફરી હમીદા બાનો, નોકરી માટે દુબઈની લાલચ આપી પાકિસ્તાન લઈ ગયો એજન્ટ

 આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પેલેસ્ટાઈન લખેલી પ્રિયંકાની બેગના વખાણ કર્યા, કહ્યું- અમારી અહીં એટલી હિંમત નથી