બનાસકાંઠા/ ધાનેરા નગરપાલિકાની પેટાચૂંટણી દરમિયાન ગરમાયું રાજકારણ, જાણો શું છે સમગ્ર મામલો

ધાનેરામાં નગરપાલિકા ભાજપ સદસ્ય હીરાલાલ ઠક્કરે પાલિકાના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પેટા ચૂંટણી નો માહોલ ગરમાયો,….

Gujarat Others
ધાનેરા

ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આ દરમિયાન ભાજપ સદસ્ય હીરાલાલ ઠકકરે કોંગ્રેસ આગેવાન અને પૂર્વ નગર પ્રમુખ બળવતજી બારોટ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો :અંતરીયાળ ગામોમાં રસ્તાઓ ન બનતા લોકોનો ભભૂક્યો રોષ, રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

મળતી માહિતી મુજબ, હીરાલાલ ઠક્કરે પૂર્વ પ્રમુખ દ્રારા ધમકી અને અપશબ્દો આપવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે, જેમાં નગરપાલિકામાં પૂર્વ પ્રમુખે હીરાલાલને પાલિકામાં કેમ આવ્યા છો ? કેમ કોંગ્રેસની પાછળ પડ્યા છો ? એમ કહી અપશબ્દો બોલીને ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આ સમગ્ર મામલો ગરમાયો છે.

આ પણ વાંચો :યુવક એક તરફી પ્રેમમાં થયો પાગલ, પછી યુવતી સાથે કર્યું એવું કે…

જ્યારે આ ફરિયાદ મામલે બળવતજી મીડિયાને જણાવ્યું કે, આ ફરિયાદ રાજકીય પ્રેરીત છે અને ધમકી અમે નહિ પણ ભાજપ વાળા આપે છે. ભાજપ ચૂંટણીમાં હાર ભાળી જતા અમારા પર આવા ખોટા આક્ષેપ કરી કોંગ્રેસને બદનામ કરવાનું ભાજપનું સુનિચિત કાવતરું છે.

આ પણ વાંચો :ફરી એકવાર ધ્રૂજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આપને જણાવી દઈએ કે, હાલ ધાનેરા પાલિકાની વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ફરિયાદ થતા રાજકીય વાતાવરણ ગરમાયુ છે, ત્યારે તંત્ર અને પોલીસ એક્શનમાં નહિ આવે તો રાજકીય સ્વરૂપ ઉગ્ર બને એવા ઍધણ સામે દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો :  સુરતમાં ભારે વરસાદથી મકાનની દીવાલ ધસી પડતા દંપતીનું મોત

આ પણ વાંચો :વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જિલ્લા કલક્ટરે પરિસ્થિતિ અંગે આપી જાણકારી

આ પણ વાંચો :પ્રસુતાએ શરીરની બહાર ધબકતા હૃદય સાથે નવજાત શિશુને જન્મ આપ્યો