Ahmedabad : રાજ્યના ગૃહ વિભાગે જેલ વિભાગમાં મોટા ફેરફારો કર્યા છે. વિભાગે તાજેતરમાં જેલર ગ્રુપ-1 અને ગ્રુપ-2ના કુલ 12 અધિકારીઓને હંગામી ધોરણે પ્રમોશન અને બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. આ પ્રમોશન જેલ અને સુધારાત્મક વહીવટ કચેરી (અમદાવાદ) અને તેની હેઠળની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ સહિતને આપવામાં આવ્યા છે.
ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, જેલર ગ્રુપ-1 (વર્ગ-2) અને ગ્રુપ-2 (વર્ગ-3)ના અધિકારીઓને સાતમા પગાર પંચ મુજબ હંગામી ધોરણે બઢતી અને બદલીઓ કરવામાં આવી છે.
પ્રમોશન અને બદલીની યાદી નીચે મુજબ છે:

આ પ્રમોશનથી જેલ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે અને કર્મચારીઓને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે. આ ઉપરાંત, જેલ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ પણ ભરાઈ જશે, જેનાથી વહીવટી કાર્ય સરળ બનશે. જેલ વિભાગમાં કરવામાં આવેલા આ ફેરફારોથી રાજ્યની જેલોમાં સુધારાત્મક વહીવટને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
આ પણ વાંચો: હાલાર સહિતના ખાણ-ખનીજ વિભાગના 9 અધિકારીની બદલી
આ પણ વાંચો: નકલી ઓર્ડર પર 57 કર્મચારીઓની બદલી, અધિકારીઓએ તેને સાચો માનીને અમલ કર્યો શરૂ, પછી શું….
