Lifestyle: હોળી નજીક આવી રહી છે અને આ વખતે તો રમજાન મહિનો (Ramadan Month) પણ આવી રહ્યો છે. આ બંને પર્વ પર ખજૂર (Khajoor)ની ડિમાન્ડ ઘણી વધી જતી હોય છે.
ખજૂર ખાવાના સ્વાસ્થ્યલાભ
હોળી (Holi Festival) ના દિવસે ઉપવાસમાં ખજૂર અને ધાણી ખાવામાં આવે છે, અમુક લોકો ચણા પણ ખાય છે. આ પૈકી ખજૂર એક ગળ્યો અને શરીરને તરત જ ઊર્જાવાન બનાવતો ગુણકારી સૂકો મેવો ગણાય છે. આખા દિવસના ઉપવાસ બાદ અથવા એ દરમિયાન, ખજૂર ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી (Instant Energy) મળી જાય છે!

આ ઉપરાંત, જો તમે રોજ સવારે 2 થી 3 ખજૂર ખાઇ લેશો તો ભૂખ અથવા તરસ ઓછી લાગે છે. ખજૂર સ્વાદિષ્ટ હોવા ઉપરાંત અનેક પોષકતત્વોના ખજાના સમાન છે. ખજૂરના સેવનના ઘણા સ્વાસ્થ્ય લાભ (Health Benefits) છે, એમાંથી ભરપૂર ફાઇબર અને વિટામિન (Fiber & Vitamin) પ્રાપ્ત થાય છે. તેમાં ભરપૂર ફાઈબર હોવા ઉપરાંત, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે.
તે કબજિયાત દૂર કરવામાં સહાયક છે તથા એનર્જીના સ્તરની ત્વરિત વૃદ્ધિ માટે અને હાડકાંને મજબૂતી બક્ષવામાં મદદ કરે છે. રોજ બે કે ત્રણ પલાળેલી ખજૂર ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, પાચન સુધરે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત, ખજૂરનું સેવન ત્વચા અને વાળ માટે પણ શ્રેષ્ઠ ગણાય છે.
ખજૂરના આટલા બધા લાભ છે પરંતુ, આ તમામ ફાયદા તો ત્યારે મળશે જ્યારે તમે અસલી ખજૂર ખાશો!
ખજૂર (Khajoor) અસલી કે નકલી છે જાણવાની 5 ટિપ્સ
માર્કેટમાં આજકાલ નકલી અર્થાત્ ભેળસેળયુક્ત ખજૂર પણ વેચાઇ રહ્યાં છે! આથી જ્યારે પણ તમે એને ખરીદો ત્યારે એ નકલી તો નથી ને એ ખાસ ચેક કરવું જોઇએ. ખજૂર ખરીદતી વખતે અને ખાતી વખતે પણ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ જેથી તમે મિનિટોમાં એ અસલી-નકલી (Original or Fake)ના ભેદ વિશે જાણી શકશો.

અસલી ખજૂરની ઓળખ શી રીતે કરવી?
આ માટે ખજૂરની બનાવટને સારી રીતે જુઓ. જો એ ઉત્તમ ક્વોલિટીના હશે તો બહારથી ઘણા જ મુલાયમ અને લીસા હોય છે! એમનો રંગ ચારે તરફથી એકસરખો હોય છે અને એ અંદરની તરફ ખાવામાં ઘણા જ ગળ્યાં હોય છે અને હા, બહારની તરફથી એનો સ્વાદ તમને થોડો ફિકો લાગી શકે છે! એ વધારે પડતા ચીકણા અથવા સાવ જ સૂકા નથી હોતા. આ ઉપરાંત, અસલ ખજૂરની સુગંધ (Scent) બહુ જ સરસ હોય છે.
અસલી-નકલી ખજૂરનો તફાવત
1. અસલી ખજૂર પાણીમાં નાખીએ તો કોઇ પ્રકારનો રંગ (Colour) નીકળતો નથી કે નથી એનો આકાર બદલાતો! જો એ નકલી હોય તો પાણીમાં નાખતાવેંત રંગ છોડવા લાગે છે.
2. બહારથી ઓછું ગળ્યું અને અંદરની તરફ વધારે ગળ્યું લાગે તો સમજવું કે એ અસલી છે જ્યારે નકલી ખજૂર બહારથી ખાંડ અથવા તો ગોળની ચાસણીથી પણ વધારે ગળ્યાં (Sweet) હોય છે અને અંદરની તરફ ઓછા ગળ્યાં હોય છે. આવા નકલી ખજૂર તરફ કીડીઓ (Ants) પણ આકર્ષાય છે!

3. જો એ અસલ હોય તો ખારેક (Dates)થી પણ વધુ જાડા અને માવાદાર હોય છે જ્યારે ભેળસેળયુક્ત હોય તો હલકા, પાતળા અને ઓછો માવો ધરાવતા હોય છે. આવા ખજૂરની ક્વોલિટી પણ લો હોય છે.
4. તાજી અને કુદરતી મીઠાશયુક્ત સુગંધ આવે તો એને અસલી માનવા જ્યારે નકલી ખજૂરમાંથી ઘણીવાર વિચિત્ર વાસ આવે છે જે કલર, કેમિકલ અને શુગર સીરપ (Chemical or Sugar Syrup)ની હોય છે.
5. જે ખજૂરની સપાટી ચીકણી હોય અથવા તો ભીની લાગે એ અસલ ખજૂર નથી હોતા કારણ કે, ચાસણીના કોટિંગવાળા ખજૂર આવા હોય છે અને ઝડપથી ખરાબ થઇ જાય છે.
આ પાંચ બાબતોને ધ્યાનમાં રાખીને જ ખજૂર ખરીદો અને તમારા સમગ્ર પરિવાર સાથે ખાઓ….અને હોળીના ઉત્સવને અનેરા આનંદથી ઉજવો!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: લીલાછમ મગ સ્પ્રાઉટ્સના હૅલ્ધી સલાડ…પેટ ભરીને ખાઓ…’વેટ લોસ જર્ની’ માટે ખાસ 3 રેસિપી…
આ પણ વાંચો: ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!

