દરરોજ 8-10 કિસમિસ જરૂરથી ખાવી જોઇએ. કિસમિસ ખાવામાં સ્વાદિષ્ટ અને ખૂબ જ પૌષ્ટીક એવો સૂકો મેવો છે. વયસ્કો તથા બાળકો બધાના સ્વાસ્થ્ય માટે કિસમિસને સારી માનવામાં આવે છે. આવો જાણીએ,
કિસમિસ શરીરના કયા અંગ માટે ફાયદાકારક હોય છે?
સૂકા મેવાના નામ પર મોટાભાગના ઘરોમાં તમને કાજુ કિસમિસ તો મળી જ રહે. કિસમિસ ઘણી સસ્તી હોય છે પરંતુ સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદો પહોંચાડે છે. એટલા માટે દરરોજ 8-10 કિસમિસ જરૂરથી ખાવી જોઇએ. કિસમિસ આમ જોઇએ તો આપણી ઓવરઑલ હૅલ્થ માટે સારી છે, પરંતુ કેટલાક ખાસ અંગો માટે તો કિસમિસના જાદુઇ ફાયદા છે. શરીરમાં લોહીની વૃધ્ધિથી લઇને આંતરડાને સ્વસ્થ રાખવામાં કિસમિસ બહુ ફાયદાકારક સાબિત થાય છે. આવો જાણીએ, શરીરના કયા અંગ માટે કિસમિસ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.
કિસમિસ કયા અંગ માટે ફાયદાકારક છે?
દરરોજ કિસમિસ ખાવાથી શરીરના ઘણા અંગોને ફાયદો થાય છે. ફાઇબરથી પરિપૂર્ણ હોવાને કારણે કિસમિસ આંતરડા અને પાચનને સુવ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. દરરોજ કિસમિસ ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. સ્વાસ્થ્યમાં સુધારણા માટે અને કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે દરરોજ કિસમિસ ખાવી જોઇએ. કિસમિસ હૃદય માટે પણ ફાયદાકારક છે કેમ કે એમાં ભરપૂર માત્રામાં ઍન્ટીઑક્સિડન્ટ્સ મળી આવે છે.
હાડકાં માટે કિસમિસ
કિસમિસમાં ઘણા પ્રકારના વિટામિન મળી આવે છે અને કેલ્શિયમની માત્રા પણ સારી એવી હોય છે. એટલે દરરોજ કિસમિસ ખાવાથી હાડકાં મજબૂત બને છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો કિસમિસ ખાવાથી લોહીમાં વૃધ્ધિ થાય છે અને હિમોગ્લોબિનનું સ્તર સુધરે છે. વિટામિન A હોવાને કારણે કિસમિસ આંખો અને ત્વચા માટે સારું ડ્રાયફ્રૂટ માનવામાં આવે છે. હાઇ બ્લડપ્રેશરના દર્દીઓને પણ દરરોજ કિસમિસ ખાવાથી ફાયદો થાય છે.
કિસમિસ ખાવાની સૌથી સારી રીત
કિસમિસને તમે એમ જ, દૂધમાં નાખીને કે પછી કોઇ મિઠાઇમાં નાખીને પણ ખાઇ શકો છો. જો તમે કિસમિસના ભરપૂર ફાયદા લેવા માગો છો તો એની શ્રેષ્ઠ રીત છે તેને પાણીમાં ભીંજવીને ખાવી. 10 કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે નરણા કોઠે કિસમિસ ચાવીને પાણી પી લો. આ પ્રમાણે કિસમિસનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.
આ પણ વાંચો:યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન ગંભીર બીમારીથી પીડિત, ચાહકો ચિંતિત થયા કહી આ વાત

