information/ આ છે રેલવેનો સૌથી ટૂંકા રૂટ, માત્ર 3 કિલોમીટર માટે ચૂકવવા પડે છે આટલા રૂપિયા

રેલવેને સામાન્ય લોકોના જીવનની લાઈફલાઈન માનવામાં આવે છે. દરરોજ હજારો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે

Trending Lifestyle
Indian Railway

 Railway Shortest Route: ભલે ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી હોય, પરંતુ આજે પણ દેશનો એક મોટો વર્ગ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. રેલવેને સામાન્ય લોકોના જીવનની લાઈફલાઈન માનવામાં આવે છે. દરરોજ હજારો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનો સૌથી ટૂંકો રેલવે માર્ગ કયો છે. તે કેટલા કિલોમીટર લાંબો છે.

દેશનો સૌથી ટૂંકો રેલ્વે માર્ગ

ભારતનો સૌથી ટૂંકો રેલ્વે માર્ગ માત્ર 3 કિલોમીટર લાંબો છે. આ માર્ગ મહારાષ્ટ્રના નાગપુર અને અજની વચ્ચે આવેલો છે. ખાસ વાત એ છે કે લોકો રિઝર્વેશન કરાવે છે અને આવા ટૂંકા રૂટ પર મુસાફરી કરે છે. ટ્રાવેલ વેબસાઈટ Ixigo અનુસાર, નાગપુરથી અંજની વચ્ચેના 3 કિલોમીટર લાંબા રેલ રૂટ પરની મુસાફરી માત્ર 8 થી 9 મિનિટમાં પૂરી થઈ જાય છે. આ સાથે જો તેના ભાડાની વાત કરીએ તો લોકોએ જનરલ ટિકિટ માટે 60 રૂપિયા અને સ્લીપર માટે 175 રૂપિયા ચૂકવવા પડે છે. બીજી તરફ, આ ટ્રેનમાં એસી ટિયર-3માં રિઝર્વેશન કરાવવા માટે તમારે રૂ. 555, એસી ટિયર-2 માટે રૂ. 760 અને એસી ટિયર-1 માટે રૂ. 1,255 ચૂકવવા પડશે.

ભારતના સૌથી લાંબો ટ્રેન રૂટ

બીજી તરફ, જો આપણે ભારતના સૌથી લાંબા ટ્રેન  રૂટ વિશે વાત કરીએ, તો તે છે વિવેક એક્સપ્રેસ. આ ટ્રેન આસામના ડિબ્રુગઢથી તમિલનાડુના કન્યાકુમારી સુધી ચાલે છે. આ ટ્રેન કુલ 4,300 કિલોમીટરનું અંતર પૂર્ણ કરે છે. આ ટ્રેન આખી મુસાફરી 80 કલાકમાં પૂરી કરે છે. સમગ્ર યાત્રામાં 57 સ્ટેશન છે. આ ટ્રેન કુલ 9 રાજ્યોને પાર કરીને તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. વિવેક એક્સપ્રેસ ભારતીય રેલ્વે દ્વારા 19 નવેમ્બર 2011ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન ભારતની સૌથી  સૌથી લાંબી મુસાફરી કરનારી ટ્રેન છે.

Presidential Elections/ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટક્કર આપશે ભારતીય મૂળના વિવેક રામાસ્વામી

મોરબી પુલ હોનારત/ મરેલાઓના કુટુંબીજનોને દસ લાખ અને ઇજાગ્રસ્તોને બે લાખ આપોઃ ગુજરાત હાઇકોર્ટ

Earthquake/ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, નેપાળમાં પણ ધરતી ધ્રૂજી, તીવ્રતા 4.8