Not Set/ VIDEO : જુઓ, આ છે ભારતનો સૌપ્રથમ ૩૬૦ ડિગ્રી સ્પિન બોલર, જેને લઈ છે ખૂબ ચર્ચાઓ

નવી દિલ્હી, ક્રિકેટની રમતની હંમેશાની માટે અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે, કારણ કે કેટલીકવાર આ ગેમમાં ઘણા રેકોર્ડ બનતા હોય છે કે કોઈક એવી ખેલાડીઓની રમતને લઈ અનેક ચર્ચાઓનો દોર શરુ થઇ જતો હોય છે. આ જ પ્રકારે તાજેતરમાં ક્રિકેટની દુનિયામાં આજે કોઈ ખેલાડીનો ચર્ચા છે તો તે છે ઉત્તરપ્રદેશનો ૩૬૦ ડિગ્રી સ્પિન બોલર શિવ […]

Trending Sports

નવી દિલ્હી,

ક્રિકેટની રમતની હંમેશાની માટે અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે, કારણ કે કેટલીકવાર આ ગેમમાં ઘણા રેકોર્ડ બનતા હોય છે કે કોઈક એવી ખેલાડીઓની રમતને લઈ અનેક ચર્ચાઓનો દોર શરુ થઇ જતો હોય છે.

આ જ પ્રકારે તાજેતરમાં ક્રિકેટની દુનિયામાં આજે કોઈ ખેલાડીનો ચર્ચા છે તો તે છે ઉત્તરપ્રદેશનો ૩૬૦ ડિગ્રી સ્પિન બોલર શિવ સિંહ.

હકીકતમાં, ઉત્તરપ્રદેશ સ્પિન બોલર શિવ સિંહ આજકાલ પોતાની ૩૬૦ ડિગ્રી બોલિંગના કારણે ખુબ ચર્ચામાં છે. કારણ કે તેઓએ સી કે નાયડુ અન્ડર – ૨૩ ટુર્નામેન્ટમાં બંગાળની ટીમ વિરુધ આ બોલરે ૩૬૦ ડિગ્રી ફરીને બોલિંગ કરી હતી.

બંગાળ સામેની મેચમાં શિવ સિંહે ૩૬૦ એક્શન એટલે કે બોલ ફેકવાના નક્કી સમય પહેલા જ તે પોતાના સ્થાન પર એક રાઉન્ડ ફર્યો હતો અને ત્યારબાદ બોલિંગ કરી હતી. જો કે એક સમયે આ ૩૬૦ ડિગ્રી બોલ જોઇને ક્રિકેટની દુનિયા અચંબામાં પડી ગઈ હતી.