તમે જેટલું ધ્યાન તમારા વાળ, સ્કિન, સ્લિમ ફિગર પર આપો છો. શું તમે ક્યારેય વિચાર્યું કે તમારી બ્રેસ્ટ ની સાઈઝ સરખી કેમ નથી હોતી? કારણકે 70% મહિલા ની બ્રેસ્ટ ની સાઈઝ સરખી નથી હોતી. પરંતુ ચિંતા કરશો નહીં, આ સામાન્ય છે. ગાયનેકોલોજિસ્ટ ડૉ. વંદના દોશી, એન્જલ મધર અને ચાઇલ્ડ ક્લિનિકના કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, શા માટે સ્તનનું કદ એકબીજાથી અલગ છે.

બ્રેસ્ટફીડિંગ
મૉટે ભાગે માતા એકજ બ્રેસ્ટ થી પોતાના શિશુ ને દૂધ પીવડાવતી હોય છે. જેના કારણે બ્રેસ્ટ ની સાઈઝ એકબીજાથી અલગ હોય છે. આ માટે જરૂરી છે કે માતા બંને બ્રેસ્ટમાંથી વારાફરતી દૂધ પીવડાવે.

જિનેટિક્સ
કેટલીકવાર સ્તનનું પ્રમાણ આનુવંશિકતાને લીધે એકબીજાથી અલગ પડે છે. કારણકે સાંધાઓ ચામડીની લચીલાપન ને જાળવવામાં સહાયત આપે છે અને સાથે લિગામેન્ટ ને કડક બનાવે છે.

વધતી ઉંમર (puberty)
ઘણી વખત ઉંમરની સાથે બ્રેસ્ટ ની સાઈઝ બદલાય છે, એટલે કે બ્રેસ્ટ વધવા લાગે છે. કેટલીકવાર આ વાતને અવગણવામાં આવે છે, અને ઘણી વાર જ્યારે તે હદ કરતાં વધુ દેખાય છે ત્યારે તફાવત દેખાય છે.

બ્રેસ્ટ કેન્સર
જો તમને લાગે કે અચાનક તમારી બ્રેસ્ટ ની સાઈઝ વધવા લાગી છે તો તુરંત જ ડોક્ટર ને સંપર્ક કરો. એનું કારણ બ્રેસ્ટ કેન્સર પણ હોય શકે.

બ્રેસ્ટમાં ગાંઠ
મોટા ભાગે બ્રેસ્ટ માં ગાંઠ હોવાનું કેન્સરનાં લક્ષણ માનવામાં આવે છે, પરંતુ અમુક સમયે બિન-કેન્સર પણ હોય શકે. બ્રેસ્ટમાં ઇજાને કારણે અથવા ફાઇબ્રોસાઇટ બ્રેસ્ટના કારણે તે સૂજી ગયેલી લાગે છે. આ સ્થિતિ ખતરનાક નથી હોતી પરંતુ જયારે તમને બ્રેસ્ટમાં પીડા થતી હોય ત્યારે તેને નજરઅંદાજ બિલકુલ ના કરો અને ડૉક્ટર ની સલાહ લેવી.

સ્ટ્રકચર
કદાચ તમને ખબર નહિ હોય કે ક્યારેક સ્ટ્રકચરને કારણે, બંને સ્તનોનું કદ એકબીજાથી અલગ પડે છે.
આ પણ વાંચો :તમારું બાળક રમકડાં તોડે નહીં તો ચિંતા કરજો કે તે ગંભીર બીમારીનો ભોગ તો નથી બન્યુંને?
આ પણ વાંચો :આ ઉપાયોથી તમારો થાક દૂર થશે, દિવસભર શરીરમાં એનર્જી રહેશે
આ પણ વાંચો : ઈંડા ખાવાથી ઝડપથી ઘટે છે વજન, ઈંડા સાથે આ 4 વસ્તુઓનું કોમ્બિનેશન બેસ્ટ છે
આ પણ વાંચો :આ ખાસ વસ્તુ મુખ્યત્વે રમઝાન દરમિયાન ખાવામાં આવે છે, તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

