Health Care/ ચેતી જજો! આ 5 ભૂલ બની શકે છે ગર્ભપાતનું કારણ

જે ગર્ભાવસ્થામાં જટિલતાઓનું જોખમ વધારે છે.

Trending Health & Fitness Lifestyle

Health News:  ગર્ભાવસ્થા (Pregnancy) કોઈપણ સ્ત્રી (Woman) માટે જીવનનો સુંદર અને સંવેદનશીલ સમય હોય છે. તે દરમિયાન થોડી બેદરકારી માતા (Mother) અને સંતાન (Child) માટે ઘાતકી સાબિત થઇ શકે છે. સંશોધનમાં જણાવ્યા મુજબ કેટલીક આદતો (Habits) અને જીવનશૈલીની ભૂલો ગર્ભપાત (Miscarriage)નું જોખમ વધારી શકે છે. જો સમયસર સાવધાની રાખવામાં ન આવે તો તેની ગંભીર અસર માતા અને બાળક પર થઇ શકે છે. ચાલો જાણીએ તે 5 વસ્તુઓ જે ગર્ભપાત (Miscarriage)નું જોખમ વધારી શકે છે.

કેફીન અને આલ્કોહોલનું સેવન

ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન કેફિન યુક્ત પીણાં જેમકે, ચા, કોફી અથવા એનર્જી ડ્રીંકનું વધારે સેવન કરવાથી ગર્ભપાતનું (Miscarriage) જોખમ વધી શકે છે. સંશોધકો અનુસાર, દિવસમાં 200 મિલિગ્રામ કેફીનનું સેવન કરવાથી ગર્ભપાતનું (Miscarriage) જોખમ વધારી શકે છે. તે જ સમયે, આલ્કોહોલ પીવાથી ગર્ભના વિકાસમાં અવરોધ આવે છે, જે ગર્ભાવસ્થામાં જટિલતાઓનું જોખમ વધારે છે.

ધુમ્રપાન કે તમાકુનું સેવન

ધુમ્રપાન કે તમાકુના સેવનથી મહિલાના શરીરમાં નિકોટીનનું લેવલ વધી શકે છે, જે લોહીના પ્રવાહમાં અરોધ ઉભો કરે છે. તે ગર્ભ સુધી પુરતા પ્રમાણમાં ઓક્સીજન પહોંચવા દેતું નથી, જેના કારણે ગર્ભપાતનું જોખમ વધે છે. અભ્યાસ અનુસાર, ધુમ્રપાન કરતી મહિલાઓમાં ગર્ભપાત (Miscarriage)ની સંભાવના 25-50% વધારે હોય છે.

  

તણાવ અને માનસિક દબાવ

ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન વધારે તણાવમાં રહેવાના કારણે ગર્ભપાત (Miscarriage) થઇ શકે છે. તણાવ થી હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધે છે, જેના કારણે ગર્ભમાં રહેલ બાળકના વિકાસમાં સમસ્યા થઇ શકે છે.તે સિવાય, તણાવથી બ્લડ પ્રેશર અને સુગર લેવલ વધી શકે છે, જેના કારણે ગર્ભપાતની સંભાવના વધી શકે છે.

ઓછા રાંધેલા અથવા જંક ફૂડનું સેવન

ગર્ભાવસ્થા (Pregnancy)માં જંક ફૂડ કે કાચું માંસ, અધૂરા શાકભાજી ખાવા અને પાશ્ચરાઇઝ્ડ દૂધ પીવું નુકસાનકારક હોઈ શકે છે. આ ખોરાક શરીરમાં ચેપનું પ્રમાણ વધારે છે, જેનાથી ગર્ભપાત થઇ શકે છે. ગર્ભાવસ્થામાં ફૂડ પોઇઝનિંગનું જોખમ પણ રહેલું છે, જે ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.

અતિશય શારીરિક શ્રમ
ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન વજન ઉપાડવું અથવા વ્યાયામ કરવાથી પણ ગર્ભપાત (Miscarriage)નું કારણ બની શકે છે. આ સિવાય લાંબા સમય સુધી ઊભા રહેવાથી અથવા વારંવાર મુસાફરી કરવાથી ગર્ભાશય પર દબાણ વધી શકે છે, જે ગર્ભના વિકાસમાં અવરોધ લાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગર્ભાવસ્થા દરમિયાન ત્વચાની રાખો સંભાળ, વિશેષ કાળજી લેવી

આ પણ વાંચો:શું સગર્ભાવસ્થા દરમિયાન વોટર બ્રેક થતાં તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ?

આ પણ વાંચો:જો ગર્ભાવસ્થાના નવમા અઠવાડિયામાં શરીરમાં આ ફેરફારો જોવા મળે છે, તો ગભરાશો નહીં, ખુશ રહો, આ 5 લક્ષણો છે સ્વસ્થ ગર્ભાવસ્થાના સંકેત