World/ તમારું બાળક રમકડાં તોડે નહીં તો ચિંતા કરજો કે તે ગંભીર બીમારીનો ભોગ તો નથી બન્યુંને?

ઑટીઝમની બીમારીથી પીડાતા લોકોની જીવનશૈલી સારી કરવાના હેતુથી યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ ઑટીઝમ અવેરનેસ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી

Health & Fitness Lifestyle
ઓટીઝમની બીમારીથી

ઘણી વખત નાના બાળકોમાં વર્તનમાં અચાનક બદલાવ આવે છે. બાળકનું વર્તન એટલું બદલાઈ જાય છે કે માતા પિતા અને બાળકની નજીકની તમામ વ્યક્તિઓ તેના આવેલા બદલાવને નોંધી શકે છે. ક્યારેક આવો બદલાવ મોટી વ્યક્તિઓમાં પણ નોંધાય છે જો કે તેના કારણો જુદા હોય શકે પરંતુ સામાજિક સંપર્ક અને કોમ્યુનિકેશનમાં જ્યારે બાળકને તકલીફ પડે અથવા તેનું વર્તન વધુ પડતું અંતર્મુખી બનવા લાગે અને તે સામાન્ય કરતા જુદું વર્તન કરે ત્યારે સાવચેત થવાની જરૂર હોય છે. કારણકે બાળકનું બદલાયેલું વર્તન એક મોટી બીમારી હોય શકે છે. જેને ઑટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર(autism spectrum disorder – ASD) તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને આવી ઑટીઝમની બીમારીથી બચાવવા માટે વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર જરૂરી છે.

શું છે ઑટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર?

એએસડી એક એવા પ્રકારની બીમારી છે જેમાં કોમ્યુનિકેશનમાં સમસ્યા ઉભી થાય છે. સામાન્યરીતે આ બીમારી 100માંથી 1 વ્યક્તિને થતી બીમારી છે અને તે મોટાભાગે નાનાબાળકોમાં વધુ જોવા મળે છે. બીમારીના પ્રારંભિક તબક્કામાં એએસડી પીડિત બાળકો અન્ય સામાન્ય બાળકની તુલનાએ ખૂબ ઓછું બોલી તેમજ કોમ્યુનિકેશન કરી શકે છે. ઉપરાંત આઈ કોન્ટેકટ, ચહેરાના ભાવ, અન્ય શારીરિક મુદ્રાઓનો ઉપયોગ કરવામાં લન સમસ્યાઓ સર્જાતી હોય છે. આ બીમારીથી પીડાતા બાળકોમાં જાગૃતતા તેમજ કોઈપણ બાબતોમાં રાસરૂચી ઓછા જોવા મળે છે, વર્તનમાં ઉદાસીનતા  વધુ જોવા મળે છે. તેઓ એકલવાયું જીવન પસંદ કરવા લાગે છે. તેમના માટે અન્ય લોકોની લાગણી અને અનુભવ સમજવાનું મુશ્કેલ હોય છે. તેમને વાતચીત કરવામાં કે ચર્ચાઓમાં સામેલ થવાનું મુશ્કેલ હોય છે. કેટલાક બાળકો તો અન્યને જોઈને તેની નકલ પણ કરી શકતા નથી. તેઓ એકસરખું જીવન જ પસંદ કરે છે. તેમની લાઈફસ્ટાઈલમાં બદલાવ સહન કરી શકતા નથી. તેમનું વર્તન શુષ્ક હોય છે. આ બાળકો પરેશાન હોય ત્યારે હાથ પગની આંગળીઓ આમતેમ ફેરવે છે અથવા સ્વીચ ચાલુબંધ કરવી કે કોઈ ચીજવસ્તુની  તોડફોડ કરવી અથવા દરવાજો ખોલબંધ કરવા જેવું વર્તન કરે છે.

બાળકોમાં વર્તનમાં નોંધવા જેવી બાબતો

જો બાળક બોલવાનું તેની ઉંમર કરતા મોડું  શરૂ કરે તો એક વખત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. બાળક કોઈ શબ્દ કે વાક્યને સતત રીપીટ કરીને બોલે, બીજાની સાંભળેલી વાતો રીપીટ કરે, સવાલોના ખોટા જવાબ આપવા, હેલો-હાઈ જેવા ગ્રીટિંગ્સ કે ટાટા બાઈ બાઈ કહેવા સમયે બાળક હાથ ન હલાવે કે અન્ય કોઈ પ્રતિક્રિયા ન આપે, મજાક મસ્તી શકે નહીં કે બાળસહજ મસ્તી તેના વર્તનમાં જોવા મળે નહીં, તેના રમકડાં અને વસ્તુઓ વધુ પડતી સંભાળીને રાખે, સતત એક જ પ્રકારનું વર્તન કરે, પોતાની જાતને નુકસાન પહોંચાડે, વધુ પડતા નખતા બતાવે અથવા  દરેક બાબતમાં આનાકાની કરે, કેટલીક સામાન્ય પરિસ્થિતિમાં પણ વધુ ડરી જાય અથવા અસામાન્ય પરિસ્થિતિમાં ડર લાગે નહીં, નિયમિતતાનો અભાવ જોવા મળે, વધુ પડતો ગુસ્સો કરે વગેરે જેવા બદલાવ બાળકોમાં જોવા મળે તો એક વખત નિદાન કરાવવું જોઈએ.

ઑટીઝમનું નિદાન શું હોય છે?

મુખ્યત્વે આ બીમારી નાના ત્રણ વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. જો કે કેટલાક કિસ્સાઓમાં બાળક નર્સરી કે પ્લેહાઉસમાં જવાનું શરુ કરે નહીં ત્યાં સુધી તેની જાણ થતી નથી આથી માતાપિતાએ સતત તેના બાળકના વર્તનનું અવલોકન કરવું જરૂરી છે. ઉપર લખેલ એકેય લક્ષણ જોવા મળે તો નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ. આ બીમારીની સારવાર મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, બાળ રોગ નિષ્ણાંત તેમજ સ્પીચ અને સ્પીચ થેરાપિસ્ટ દ્વારા કરવામાં આવે છે. કેટલાક કેસમાં એકથી વધુ ડૉક્ટરે સાથે મળીને પણ આ રોગની સારવાર કરી શકે છે. નિષ્ણાંતો રોગીનું વર્તન સતત અવલોકન કરીને તેની સારવાર કરે છે. બાળકોના વિકાસ, સ્વાસ્થ્ય ને વ્યવહાર વિશે સતત જાણકારી મેળવતા રહે છે અને  તેની શારીરિક વર્તણૂંકનું અવલોક કરીને તેને અનુકૂળ વર્તન કરવા પ્રયત્ન કરે છે.બાળકોને જુદા જુદા ટાસ્ક આપીને અથવા અવનવી કાર્યપ્રદ્ધતિ દ્વારા પણ તેની સારવાર કરવામાં આવે છે. જો કે આ બીમારીની સારવાર ઘરગથ્થુ ઉપચારથી કરવી જોખમી સાબિત થઈ શકે છે. કેન્સર જેવી ગંભીર બીમારીની માફક આ બીમારીમાં પણ છુપાવવા કરતા વહેલું નિદાન અને ઝડપથી સારવાર કરવામાં આવે તો બાળક અન્ય બાળકની માફક સામાન્ય પણ થઈ શકે છે.

દુનિયાભરમાં આજના દિવસ એટલે કે 2જી એપ્રિલને વર્લ્ડ ઑટીઝમ અવેરનેસ ડે તરીકે ઓળખવામાં આવે છે. કારણકે સતત વધતી ઑટીઝમની બીમારીને શરુઆતની સાથે જ ક્યોંર કરવામાં માટે લોકોમાં તેની માહિતી અને બીમારી અંગે જાગૃતતા હોવી જરૂરી છે. ઑટીઝમની બીમારીથી પીડાતા લોકોની જીવનશૈલી સારી કરવાના હેતુથી યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ ઑટીઝમ અવેરનેસ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દરેક વર્ષે જુદી જુદી થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે તમામ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની થીમ નિશ્ચિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : આ લોકોમાં જોવા મળે છે વિટામિન ડીની ઉણપ, જાણો કેવી રીતે ઓળખાય છે શરૂઆતના લક્ષણો

આ પણ વાંચો : આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ, મા શૈલપુત્રીની પૂજાની યાદી નોંધી લો.

આ પણ વાંચો : કોંગ્રેસમાં નવું જ્ઞાતિ સમીકરણ : PKT

આ પણ વાંચો :મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું, રાજસ્થાનની ટીમમાં એક ફેરફાર