Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Patan News/ પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા

Patan Cyber Fraud: પાટણના ચાણસ્મામાં ₹7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. બેંક ખાતા ભાડે લઈ દેશભરના 35 સાયબર ગુનાઓમાં ઉપયોગ કરનાર ગેંગ સામે 33 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જ્યારે 20ની ધરપકડ કરવામાં આવી

July 21, 2026Jaymin Dhiman
Gujrat Trending
Patan Cyber Fraud: 7.16 કરોડનો સાયબર કાંડ

Patan News: ગુજરાતમાં સાયબર ગુનાખોરીના વધતા જતાં કેસો વચ્ચે પાટણ જિલ્લાના ચાણસ્મામાં (Chanasma Cyber Crime) કરોડો (Patan Cyber Fraud) રૂપિયાના સાયબર ફ્રોડનું  મોટું નેટવર્ક પોલીસના હાથે ઝડપાયું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગેંગ સામાન્ય લોકોના બેંક ખાતાઓ ભાડે મેળવી દેશભરના સાયબર ગુનેગારોને ઉપલબ્ધ કરાવતી હતી. પોલીસે અત્યાર સુધી 33 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 20 આરોપીઓની ધરપકડ કરી છે.

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ મોટો ખુલાસો

ચાણસ્મા પોલીસે રાજ્ય અને કેન્દ્ર સરકારની સાયબર (Patan Cyber Fraud) ક્રાઈમ વિરોધી ઝુંબેશ ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0‘ તેમજ ‘સમન્વય પોર્ટલ’ના આધારે (Operation Mule Hunt 2.0) તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એવા બેંક ખાતાઓની ઓળખ કરવામાં આવી હતી, જેનો ઉપયોગ દેશભરમાં થયેલા સાયબર ગુનાઓમાંથી મેળવાયેલી રકમના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.

કમિશનની લાલચ આપીને ભાડે લેવાતા બેંક ખાતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાણસ્મા, ઈટોડા, ખાંભેલ અને પાટણ (Patan Cyber Fraud)  વિસ્તારના કેટલાક વચેટિયાઓ સામાન્ય લોકોનો સંપર્ક કરતા હતા. તેઓ લોકોને દર મહિને નક્કી રકમ અથવા એક વખતનું કમિશન આપવાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતા અને ત્યારબાદ આ ખાતાઓ સાયબર ગુનેગારોને ભાડે આપી દેતા હતા.

સાયબર ગુનાઓમાં થતો હતો ખાતાઓનો ઉપયોગ

Patan Cyber Fraud: 7.16 કરોડનો સાયબર કાંડ
Patan Cyber Fraud: 7.16 કરોડનો સાયબર કાંડ

ભાડે મેળવાયેલા આ બેંક ખાતાઓનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ (Digital Arrest Scam) , ઓનલાઈન રોકાણ છેતરપિંડી, ન્યુડ વીડિયો બ્લેકમેઇલિંગ, APK ફાઇલ અથવા ફિશિંગ લિંક (Phishing Scam) મોકલી રૂપિયા પડાવવાના ગુનાઓ તેમજ ઓનલાઈન સટ્ટાબાજી જેવા અનેક પ્રકારના સાયબર ગુનાઓમાંથી મળેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

રૂ.7.16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો

તપાસ દરમિયાન દેશભરના 35 અલગ-અલગ સાયબર ગુનાઓ સાથે સંકળાયેલા 11 બેંક ખાતાઓમાં અંદાજે રૂ.5.16 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ખાતાઓમાં આશરે રૂ.1.99 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવતા કુલ રૂ.7,16,14,895ના શંકાસ્પદ વ્યવહારોનો ખુલાસો થયો છે.

પાસબુક, ATM કાર્ડ અને સિમકાર્ડ પણ સોંપવામાં આવતા

વચેટિયાઓ ખાતાધારકોને એક ખાતા બદલ રૂ.3,000થી રૂ.15,000 સુધીનું કમિશન ચૂકવતા હતા. તેના બદલામાં ખાતાધારકો પાસેથી પાસબુક, ATM કાર્ડ, ચેકબુક તેમજ તેમના નામે લીધેલા નવા સિમકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. આ તમામ દસ્તાવેજો અને સાધનો પછી સાયબર ગેંગના મુખ્ય સંચાલકો સુધી પહોંચાડવામાં આવતા હતા.

33 સામે ગુનો, 20 આરોપીઓ ઝડપાયા

ચાણસ્મા પોલીસે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 અને માહિતી પ્રૌદ્યોગિકી (IT) અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ 33 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તપાસ અને દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ કમિશન અથવા સરળ કમાણીની લાલચમાં પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક અથવા સિમકાર્ડ અન્ય કોઈને સોંપે નહીં. આવા કૃત્યમાં સંડોવણી સાબિત થાય તો ખાતાધારક સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશ: 75થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

આ પણ વાંચો: જૂનાગઢમાં ₹39.53 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ₹310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 5 સાયબર ઠગ જેલભેગા

Post navigation

નેપાળ સરકારે 1 રૂપિયાના સિક્કાની ડિઝાઇનમાં લીધો મોટો નિર્ણય
આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

More Posts

Hardik Pandya

Entertainment News/ હાર્દિક પંડ્યાએ શેર કર્યા ગર્લફ્રેન્ડ માહિકા અને પુત્ર અગસ્ત્ય સાથેના અદ્રશ્ય ફોટા, ચાહકો થયા ખુશ

May 25, 2026May 25, 2026Panara Mansi

Business News/ ઈમરજન્સી ફંડ શું હોય છે? ક્યારે તેની જરૂર પડે છે…

August 23, 2024August 23, 2024Komal Patel

India Q4 GDP/ 31 મેના રોજ આવશે GDPના આંકડા, જાણો અર્થશાસ્ત્રીઓ શું કરે છે આગાહી

May 26, 2024May 26, 2024Maya Sindhav

Not Set/ ઓવલ ટેસ્ટમાં ૯૭ વર્ષ જૂનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે રાહુલ

September 9, 2018Harshid Patel

Not Set/ RBI V/S સરકાર : સંસદીય સમિતિ સામે હાજર થયા ઉર્જિત પટેલ, ૧૦ દિવસમાં જમા કરવો પડશે જવાબ

November 27, 2018November 27, 2018Harshid Patel

Not Set/ રાજકોટને 14-15 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મોકલાયા : CM વિજય રૂપાણી

April 9, 2021April 9, 2021padma prajay

World News/ ભારત અને સાઉદી અરેબિયાએ હજ 2026 માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, યાત્રાળુઓને આ સુવિધાઓ મળશે

November 10, 2025Pansara Shruti

IPL 2025/ IPLનો પાયો નાખનાર લલિત મોદીએ કેવા પડકારોનો કર્યો હતો સામનો…

March 17, 2025March 17, 2025Komal Patel

Lifestyle/ બહાર લટકતા પેટને અંદર કરી દેશે, પીઓ નિષ્ણાંતે સૂચવેલું આ પીણું, ફક્ત 3 વસ્તુઓને મિક્સ કરવાથી ઘરે બેઠા થઇ જશે તૈયાર!

July 28, 2025July 28, 2025Pansara Shruti

Delhi High Court News/ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે લગ્નેત્તર સંબંધો ગુનો નથી, તેના પરિણામો ખતરનાક હોઈ શકે ,જે વ્યક્તિના લગ્ન તૂટી ગયા….

September 23, 2025Pansara Shruti
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy