સુરત,
કોસંબા નજીક નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકની હાલત ગંભીર છે.

અવારનવાર વાહનો એકબીજા સાથે ટકરાતાં હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે. કોસંબા ઓવરબ્રિજ પર આવી જ એક ઘટના વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં અને અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતને લઈ હાઇવે ઉપર ટ્રાફિકજામના દશ્યો સર્જાયા હતા.

મહત્વનું છે કે ટ્રક ચાલકે અચાનક જ બ્રેક મારતા આ દુર્ઘટના બની હતી. જેમાં એક પછી એક કારો અથડાઈ હતી. જેમાં એક કાર ખુબ જ ભયંકર રીતે ટ્રકમાં ગુસી ગઈ હતી. કારને ટ્રકમાંથી કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી. જે ટ્રક સાથે કાર અથડાઈ હતી તે ટ્રક મધ્યપ્રદેશની હોવાનું મનાઈ રહ્યું છે. કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
