ભાવનગર મેડિકલ કોલેજનાં છાત્રોએ સ્થળાંતરનાં મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો હડતાલ કરવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે સાથે સાથે રજૂઆતની ૨૪ કલાકમાં કોઈ યોગ્ય નિર્ણય નહિ લેવાય તો ધરણા કરવાનું પણ અલ્ટીમેટમ આપ્યું છે.
ભાવનગર ખાતે આવેલ સરકારી મેડિકલ કોલેજમાં 200થી વધારે વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ કરે છે. મેડિકલ કોલેજ જર્જરિત છે જેને લીધે મેડીકલ કોલેજનાં સંચાલકો દ્વારા કોલેજમાં સમારકામ માટે આ વિદ્યાર્થી ઓ ને વૈકલ્પિક જગ્યા માટે લેપ્રેસિ હોસ્પિટલ રુવાપરી ખાતે સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે ત્યારે મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓને લેપ્રેસિ હોસ્પિટલ સર્ટી હોસ્પિટલથી દુર હોવાથી તેમજ આ જગ્યા પર અન્ય સુવિધા તેમજ સિક્યુરિટીને લઈને અનેક પ્રશ્ન હોવાથી અન્ય સ્થળની માંગણીઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સંચાલકો આ માગો પર ધ્યાન નહિ આપે તો તેના વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે સરકારી મેડીકલ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ, સુત્રોચ્ચાર, કાળીપટ્ટી ધારણ કરી કાર્યક્રમો કરવામાં આવશે. આવા દેખાવો સાથે જ એમ.એસ.એ. ભાવનગરનાં વિદ્યાર્થીઓએ સંચાલકોને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો માગ પુરી નહીં કરાય તો હડતાલ કરવા ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : મોત તો સુધારો સરકાર : કાલોલનાં ગામો માગી રહ્યા છે સ્મશાનની સુવિધા
