Ahmedabad News : અમદાવાદીઓે હવે કબાટમાં મુકેલા સ્વેટર કાઢવાનો સમય આવી ગયો છે. જેમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે.
ગુજરાત રાજ્યમાં શિયાળાએ દીધી વિધિવત દસ્તક દીધી છે. બીજીતરફ નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
તે સિવાય અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જવાની શક્યતા વ્યરક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.
ગતરોજ ભુજમાં લઘુતમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું. કંડલા પોર્ટ પર 21 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 18.4 ડિગ્રીતાપમાન નોંધાયું હતું.
જ્યારે અમરેલીમાં 18.4, ડીસામાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય ભુજમાં 19.0, રાજકોટ: 20.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત ગાંધીનગરમાં 20.2, વડોદરામાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 20.8, ભાવનગરમાં 21.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો:TRAIના કર્મચારી અને પોલીસની ઓળખ આપી ડિજીટલ એરેસ્ટ કરી 11.42 કરોડની છેતરપિંડી કરનારા 3 ઝડપાયા
આ પણ વાંચો:ભારતીય મૂળના CEO બંકિમ બ્રહ્મભટ્ટ દ્વારા બ્લેકરોક સાથે કરોડોની છેતરપિંડી
આ પણ વાંચો:ગુજરાત પોલીસ સાઇબર સેલે પ્રકૃતિ પ્રેમીઓને લક્ષ્ય બનાવતી મોટી સાઇબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો
