Not Set/ કૌભાંડી માલ્યાને લાગ્યો વધુ એક ઝટકો, કોર્ટે અરજી ફગાવ્યા બાદ બ્રિટનમાં સંપત્તિ વેચવા માટે આપ્યો આદેશ

લંડન, ભારતની બેંકોને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનાર કૌભાંડી વિજય માલ્યાને એક મોટો ઝટકો લાગ્યો છે. લંડનમાં ભારતીય બેંકો તરફથી ૧.૫૫ અબજ ડોલરથી વધુની રકમ ફિઝ કરવા મામલે વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર, “હવે બેંકોને અનુમતિ આપવામાં આવી છે કે, તેઓ બ્રિટનમાં […]

Top Stories

લંડન,

ભારતની બેંકોને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનાર કૌભાંડી વિજય માલ્યાને એક મોટો ઝટકો લાગ્યો છે. લંડનમાં ભારતીય બેંકો તરફથી ૧.૫૫ અબજ ડોલરથી વધુની રકમ ફિઝ કરવા મામલે વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર, “હવે બેંકોને અનુમતિ આપવામાં આવી છે કે, તેઓ બ્રિટનમાં માલ્યાની સંપત્તિને વેચીને પોતાની રાશિની વસુલી કરી શકે છે”.

વિજય માલ્યાએ પોતાની સંપત્તિ ફ્રિઝ કરવાના આદેશને પાછા લેવા માટે કરી હતી વિંનતી

બ્રિટેનની અદાલતમાં માલ્યા પર પ્રત્યર્પણને લઈને પણ કેસ ચાલી રહ્યો છે. વિજય માલ્યા પર આરોપ છે કે, તેઓએ કિંગફિશર એરલાઇન્સ માટે લેવામાં આવેલી લગભગ ૯૪૦૦ કરોડ રૂપિયાની લોનની ભરપાઈ જાણી જોઈને કરી ન હતી. જો કે ત્યારબાદ માલ્યાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, દુનિયાભરમાં ફેલાયેલી પોતાની સંપત્તિ ફ્રિઝ કરવાના આદેશને પાછા લેવા માટે વિંનતી કરી હતી.

કોર્ટના જજ એન્ડ્ર્યુ હેન્શોએ કહ્યું, “IDBI બેંક સહિત તમામ લેન્ડર્સ ભારતીય કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને લાગુ કરી શકે છે, જે માલ્યા પર કિંગફિશર એરલાઇન્સ માટે લેવામાં આવેલી લગભગ ૯૪૦૦ કરોડ રૂપિયાની લોનની ભરપાઈ કરી ન હતી.

આ ઉપરાંત જજ એન્ડ્ર્યુ હેન્શોએ માલ્યાની સંપત્તિઓને જપ્ત કરવાના સબંધિત આદેશને પલટવા માટે પણ અસ્વીકાર કર્યો હતો. લંડનની કોર્ટમાં ભારતીય અદાલતના એ આદેશને પણ યોગ્ય બતાવ્યો હતો, જેમાં ભારતની ૧૩ બેંકો માલ્યા પાસેથી ૧.૫૫ અબજ ડોલરની રાશિ વસુલવા માટે પાત્ર છે.

હવે માલ્યા શું કરી શકે છે.

લંડનની કોર્ટમાં થયેલી સુનાવણી બાદ માલ્યાના વકીલોએ નિવેદન આપવા માટે ઇન્કાર કર્યો છે. આ ઉપરાંત જજ હેન્શોએ માલ્યાને પોતાના નિર્ણયની વિરુધ અપીલ કરવા માટેની મંજુરી આપવા માટે પણ અસ્વીકાર કર્યો છે.

ત્યારે હવે માલ્યાના વકીલોને હવે કોર્ટ ઓફ અપીલમાં જ પોતાની અરજી દાખલ કરવી પડશે. લેણદારો દ્વારા રજુ કરવામાં આવેલા લો ફર્મ ટીએલટીના જણાવ્યા અનુસાર, કોર્ટના નિર્ણય બાદ તેઓના ક્લાઈન્ટને ભારતીય રાશિ વસુલ કરવા માટે ટ્રિબ્યુનલના નિર્ણયને તરત જ લાગુ કરવા માટે મંજુરી આપી છે.

વિજય માલ્યા પર કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો છે આરોપ

મહત્વનું છે કે, કૌભાંડી વિજય માલ્યા પર ભારત અને બ્રિટેનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. જેમાંથી એક મામલામાં વિજય માલ્યાની અરજી લંડનની એક કોર્ટે ફગાવી દીધી છે.

અ પહેલા ભારતની ૧૩ બેંકો દ્વારા માલ્યા પર ૧.૫૫ અબજ ડોલરથી વધુ રૂપિયાની વસુલી કરવા માટે એક મામલો દાખલ કર્યો હતો.