ખરાબ હવામાનને કારણે હ્યુસ્ટન એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત લોકોને ઘરની બહાર ના નીકળવા માટે કહેવામા આવ્યું છે. હાઉડી બુશ એરપોર્ટ દ્વારા કરાયેલા ચેતવણી અનુસાર, એરપોર્ટ પર કોઈ ફ્લાઇટની મંજૂરી આપવામાં આવી નથી.
No arriving flights into Houston today, only few departing flights. Flight operations are estimated to resume tomorrow afternoon per the FAA. Will update if that changes to an earlier time. Check w/ airline on flight status. Roadways approaching IAH are clear at this time. pic.twitter.com/FDXH4JnhQl
— Bush Airport (@iah) September 19, 2019
22 સપ્ટેમ્બરના રોજ હ્યુસ્ટનમાં મોદીનો કાર્યક્રમ છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની અમેરિકા પ્રવાસ પર ભારતીય સમુદાયના 50 હજારથી વધુ લોકોને સંબોધન કરશે. ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં યોજાનારી આ ઇવેન્ટનું નામ હાઉડી મોદી રાખવામાં આવ્યું છે, લોકો પણ આ કાર્યક્રમને લઈને ઘણા ઉત્સાહી છે. પરંતુ કાર્યક્રમ પૂર્વે હ્યુસ્ટનમાં હવામાનમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લા બે દિવસથી અહીં એટલો વરસાદ પડી રહ્યો છે કે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઇ છે. પૂરને કારણે ટેક્સાસના કેટલાક ભાગોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
Independence Heights tour #houwx https://t.co/6pWwG7mm3U
— City of Houston (@HoustonTX) September 19, 2019
ભારે વરસાદને કારણે મોટાભાગની શાળાઓ પણ બંધ છે, સતત ટ્વિટર પર આ અંગે અપડેટ કરવામાં આવી રહ્યું છે. જોકે, હવામાનની અસર મોદીના સ્વયંસેવકોને નથી નડી રહી તેઓ તો સતત, એનઆરજી સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે. રવિવારે યોજવા વાળા આ કાર્યક્રમની તૈયારીમાં 1500 સ્વયંસેવકો રોકાયેલા છે.
તુલસી ગેબાર્ડઆ કાર્યક્રમમાં સામેલ નહિ થાય,
ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા અને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા ભારતીય-અમેરિકન વંશના તુલસી ગેબાર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે નહીં, તેમ છતાં તેમણે વીડિયો જાહેર કરીને વડા પ્રધાનને આવકાર્યો છે અને કાર્યક્રમમાં ન આવવા બદલ અફસોસ વ્યકત કર્યો છે.
22 સપ્ટેમ્બર એટલે કે રવિવારની રાત્રે (ભારતીય સમય મુજબ) વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં હ્યુસ્ટનમાં સંબોધન કરવાના છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા છે, જ્યાં તેઓ કંઈક મોટી જાહેરાત પણ કરી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પની સામેલગીરી બદલ આભાર માન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય ઘણા યુએસ ધારાસભ્યો, રિપબ્લિકન, ડેમોક્રેટ્સ પાર્ટીના નેતાઓ આ કાર્યક્રમનો ભાગ બનશે. હ્યુસ્ટનમાં યોજાનારી આ ઇવેન્ટ માટે 50 હજારથી વધુ પાસ બુક કરાયા છે, આ સિવાય હજી પણ બુકિંગ ચાલુ છે. ‘હાઉડી મોદી’ પહેલા હ્યુસ્ટનમાં હવામાનની ખરાબ અસરને કારણે, એરપોર્ટ-શાળા વિગેરે બંધ છે. અને શહેરમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
Aerial footage shows Houston freeway inundated with water as torrential rain wreaks havoc in southeastern Texas. https://t.co/kjGh4FrnVz pic.twitter.com/SgUB5XhPFX
— ABC News (@ABC) September 19, 2019
ખરાબ હવામાનને કારણે હ્યુસ્ટન એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત લોકોને ઘરની બહાર ના નીકળવા માટે ની પણ સૂચના પણ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
