Gandhinagar News: શિક્ષણ વિભાગ દ્વારા આજે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં મિડ-ડે મીલ સુપરવાઈઝરના માસિક પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મિડ-ડે મીલ સુપરવાઇઝરનો માસિક પગાર કોન્ટ્રાક્ટના ધોરણે વધારીને રૂ.25,000 કરવામાં આવ્યો છે.
અગાઉ સુપરવાઈઝરને 15,000 રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ તાલુકા સ્તરે કામ કરતા 11 મહિનાના કરાર આધારિત MDM સુપરવાઈઝરનો માસિક પગાર વધારીને 25,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ વધારો ઓક્ટોબર 2024થી લાગુ થશે.
આ પરિપત્ર જાહેર થતાં રાજ્યના તમામ મધ્યાહન ભોજન નિરીક્ષકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તમામ સુપરવાઈઝરને 15,000 રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. ત્યારે તમામ સુપરવાઇઝર માટે દિવાળીમાં રૂ.10 હજારનો વધારો કરાયો હતો. આમ મધ્યાહન ભોજન યોજનાના નિરીક્ષકો માટે આ પગાર વધારો જાણે નવા જ પ્રકારના મધ્યાહન ભોજન સ્વરૂપ સમાન હતો. ઘણાએ તો તેને દિવાળીની ભેટ સમાન ગણાવ્યો હતો.પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.
રાજ્ય સરકારે તાજેતરમાં જ વિવિધ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓના પે સ્કેલનું રિવિઝન કર્યુ છે. તેમા જુદા-જુદા ખાતાઓના કરાર આધારિત સરકારી કર્મચારીઓના પગારમાં સીધો 20 ટકાથી લઈને 30 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. આ જ સંદર્ભને ધ્યાનમાં રાખીને ભોજન નિરીક્ષકોના પગારમાં પણ રાજ્ય સરકારે નોંધપાત્ર પગાર વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેના લીધે મધ્યાહન ભોજન નિરીક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. તેઓનું કહેવું છે કે હાશ હવે અમારો પગાર અમારા ખર્ચાને પૂરા કરવાની નજીક પહોંચ્યો. જો કે હજી પણ પગાર તો પૂરો પડતો નથી, છતાં પણ હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખતા સરકારે લીધેલું પગલું પ્રશંસનીય છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી.એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.
આ પણ વાંચો: મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકોનો નાસ્તો બંધ કરાશે
આ પણ વાંચો: મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ
આ પણ વાંચો: ઢોર પણ ન ખાય એવું અનાજ બાળકો માટે! શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં અસંખ્ય જીવાત
