Not Set/ શાહીબાગમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના બીજી વખત દરોડા, ઇંગ્લિશનો દારૂનો જથ્થો ઝડપાયો

  શાહીબાગ પોલીસ સ્ટેશનના અસારવા વિસ્તારમાંથી ફરી દારૂ ઝડપાયો નવા અસારવા વિસ્તારના પટેલવાસમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ 66 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસ અગાઉ પણ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો અમલ કડક હાથે કરવા માટે સુચના આપવામાં આવેલી છે.  આમ છતાં પણ […]

Ahmedabad Gujarat
 

શાહીબાગ પોલીસ સ્ટેશનના અસારવા વિસ્તારમાંથી ફરી દારૂ ઝડપાયો

નવા અસારવા વિસ્તારના પટેલવાસમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ 66 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસ અગાઉ પણ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો અમલ કડક હાથે કરવા માટે સુચના આપવામાં આવેલી છે.  આમ છતાં પણ ગુજરાત, અમદાવાદમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે.  અવારનવાર અમદાવાદમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવે છે. પ્રમાણિક અધિકારીઓએ દારૂબંધી નાથવા માટે પોતાના જીવ પીઆર પણ ખેલીને દારૂ ઝડપી પાડે છે. પરંતુ અમુક લાંચિયા અધિકારીઓનાં કારણે સમગ્ર ખાખી પર દાગ લાગે છે.

શાહીબાગના અસારવા વિસ્તારમાં થી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી.  આ રેડ દરમિયાન પાંચ પેટી ઇંગ્લિશનો દારૂનો જથ્થો ઘરમાં છુપાવેલ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.  વાત કરવામાં આવે તો થોડાક દિવસ અગાઉ જ આ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નવી ભોગીલાલની ચાલીમાં રેડ કરી લાખો રૂપિયાના દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ ઝડપી પાડયો હતો.  વારંવાર શાહીબાગ વિસ્તારમાં આવેલા અસારવા વિસ્તારમાંથી દારૂ ગાંધીનગરની એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવે છે.

હવે સવાલ એ થાય છે કે શું પોલીસ નિષ્ક્રિય છે કે સ્થાનિક પોલીસ કોઈ બુટલેગરને છાવરી રહી છે… ??  તેવી ચર્ચા લોકમુખે હાલ સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.  હાલ તો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કડક હાથે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા પણ ગુજરાતમાં નશાબંધી ને નાથવા માટે કડક હાથે પગલાં લેવાની સૂચના અધિકારીઓને આપી દીધેલ છે.  પરંતુ કોની રહેમ નજર હેઠળ અસારવામાં દારૂના ધંધા ધમધમી રહ્યા છે..?  તે તપાસનો વિષય છે.

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ