World News: ગીરના કોબ ગામના માછીમાર બિજલભાઈ ભાલિયાનું પાકિસ્તાનની જેલ (Pakistan Jail)માં મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાકિસ્તાનની જેલમાંથી પરિવારને પત્ર મળ્યો હતો, જેમાં બિજલભાઈના મોતની જાણકારી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પિતા-પુત્ર વર્ષોથી Pakistan Jailમાં કેદ
બિજલભાઈ ભાલિયા અને તેમના પિતા વર્ષોથી પાકિસ્તાનની જેલ માં કેદ છે. બંને દરિયામાં માછીમારી (Fishing) કરી રહ્યા હતા તે દરમિયાન પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ બંનેને પાકિસ્તાન લઈ જઈ જેલમાં રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી પરિવારજનો બંનેની મુક્તિની રાહ જોઈ રહ્યા હતા. જોકે, હવે પરિવારને મળેલા પત્રથી બિજલભાઈ (Fisherman) ના મોતની જાણકારી મળતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વર્ષોથી જેલમાં કેદ માછીમારના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. પરિવાર દ્વારા બિજલભાઈના મોત અંગે વધુ માહિતી મેળવવા અને મૃતદેહ ભારત પરત લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
દરિયામાં માછીમારી દરમિયાન બંને ઝડપાયા હતા
બિજલભાઈ અને તેમના પિતા દરિયામાં માછીમારી (Fishing) દરમિયાન પાકિસ્તાની સત્તાવાળાઓના હાથે ઝડપાયા હતા. દરિયાઈ સીમા નજીક માછીમારો અજાણતા પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશી જાય તેવી ઘટનાઓ અગાઉ પણ સામે આવતી રહી છે. આ કેસમાં પણ પિતા-પુત્રને પકડીને પાકિસ્તાનની જેલમાં મોકલવામાં આવ્યા હતા. વર્ષો વીતી ગયા છતાં પરિવારજનો તેમની વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા.
મૃતદેહ ભારત લાવવાની પરિવારની માગ
હવે બિજલભાઈ ભાલિયા (Bijalbhai Bhalia)નું મોત થયું હોવાની જાણકારી મળ્યા બાદ પરિવારજનોએ તેમનો મૃતદેહ ભારત લાવવાની માગ (Demand to bring the mortal remains to India)કરી છે. પરિવારની માંગ છે કે સરકાર પાકિસ્તાન સાથે જરૂરી કાર્યવાહી કરીને બિજલભાઈનો મૃતદેહ ભારત પરત લાવે. આ ઉપરાંત બિજલભાઈના મોતનું ચોક્કસ કારણ શું હતું, તેમની તબિયત કેવી હતી અને પાકિસ્તાનની જેલમાં તેમની સાથે શું બન્યું તે અંગે પણ પરિવારને સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં મેજર દ્વારા ઈમરાન ખાન પર રેપ, મેડિકલ રિપોર્ટ વાયરલ, સત્ય શું છે?
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, જેમાં 123 ગુજરાતના માછીમારો
આ પણ વાંચો:ગુજરાતના એક ખલાસીનું પાકિસ્તાનની જેલમાં મોત નીપજ્યું
