Deesa News/ તહેવારોમાં ફૂડ વિભાગ એલર્ટ, ડીસામાં દરોડા દરમિયાન 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ડીસામાં ફૂડ વિભાગે (Food Department)  વિવિધ ડેરી પેઢીઓમાં દરોડા પાડી 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત. કુલ રૂ. 6.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઘીના નમૂના પરીક્ષણ માટે મોકલાયા.

Gujarat Others Breaking News
Food Department

Deesa News : બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગ (Food Department) દ્વારા વિવિધ ડેરી પેઢીઓમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તંત્રએ અંદાજે રૂ. 6.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Food Departmentના દરોડા દરમિયાન શંકાસ્પદ ઘી મળી આવ્યું 

તહેવારોને લઈ ફુડ વિભાગ સક્રિય થયું છે. તહેવારોમાં ભેળસેળીયા તત્વો સક્રિય થતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા (Tampering with people’s health)કરતા હોય છે ત્યારે ડીસામાં ફુડ વિભાગે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.  જેના ભાગરૂપે ફૂડ વિભાગની ટીમે ડીસાની સવાઈ મિલ્ક (Sawai Milk)નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અહીંથી 600 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત જયવીર માર્કેટિંગ (Jayveer Marketing)માં પણ ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અહીંથી 387 લીટર શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. બંને સ્થળેથી મળી આવેલા કુલ 987 લીટર ઘીનો જથ્થો તંત્રએ કબજે કર્યો છે. ડીસામાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગએ કુલ રૂપિયા 6.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શંકાસ્પદ ઘીનો જથ્થો નિયમો અનુસાર છે કે નહીં તે જાણવા માટે નમૂનાઓ લેવામાં આવ્યા છે.

ઘીના 2 નમૂના પરીક્ષણ માટે મોકલાયા

તંત્ર દ્વારા જપ્ત કરાયેલા ઘીના બે નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના અહેવાલ બાદ ઘીની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. જો નમૂનાઓમાં ભેળસેળ અથવા ગુણવત્તા સંબંધિત ખામી સામે આવશે તો જવાબદાર પેઢીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ કાર્યવાહીથી ડીસા શહેરમાં ડેરી પેઢીઓમાં ચકચાર મચી છે. ફૂડ વિભાગ (Food Department) દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને ભેળસેળ અંગે તપાસ વધુ કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો: ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો: ₹500ની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્ક ઝડપાયા

આ પણ વાંચો:રાજ્યમાં ભેળસેળિયાઓ પર તંત્રનો મોટો પ્રહાર! સુરત-ડીસામાંથી રૂ.35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો જપ્ત

આ પણ વાંચો:ડીસામાં યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ MD ડ્રગ્સ સાથે ઝડપાયો