Not Set/ અમદાવાદ/ જિલ્લામાં ગુનેગારો બન્યા બેફામ, ગોમતીપુરમાં યુવક પર કર્યો હુમલો

રાજ્યમાં લોકડાઉન હટાવ્યા બાદ હવે લોકો દિવસ દરમિયાન જાહેર સ્થળો પર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ક્રાઈમ પણ શરૂ થઇ ગયા છે. ગોમતીપુરની એક ઘટના સામે આવી છે, જ્યા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, યુવક પર જૂની અદાવતનાં કારણે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કેટલો ખતરનાક છે […]

Ahmedabad Gujarat

રાજ્યમાં લોકડાઉન હટાવ્યા બાદ હવે લોકો દિવસ દરમિયાન જાહેર સ્થળો પર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ક્રાઈમ પણ શરૂ થઇ ગયા છે. ગોમતીપુરની એક ઘટના સામે આવી છે, જ્યા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે.

મળી રહેલી માહિતી અનુસાર, યુવક પર જૂની અદાવતનાં કારણે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કેટલો ખતરનાક છે તેનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે, હુમલામાં યુવકનાં બે હાથ અને પગ તોડી નાખવામાં આવ્યા છે. ગુનેગારો હુમલા બાદ યુવક પાસેથી રૂપિયા 25 હજાર લઇને ફરાર થઇ ગયા છે. જો કે આ મામલે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધ્યો છે. આ બે શખ્સનું નામ વસીમ અને શબ્બીર ઉર્ફે રિઝવાન છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.