Gujarat News : રાજ્યમાં જુનિયર ક્લાર્ક CCE, વન રક્ષક વર્ગ-3 સંવર્ગની ભરતીને લઈને ઉમેદવારોએ પોતાની માગ સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે વન રક્ષક વર્ગ-3 સંવર્ગની ભરતી માટે ઉમેદવોરની શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે. 5 થી 8 ઓક્ટોબર વચ્ચે શારીરિક કસોટી યોજાશે. ચાર રિજયનમાં વિવિધ જિલ્લામાં શારીરિક કસોટી યોજાશે. જે માટેની તારીખ, સમય અને સ્થળ જાહેર કરવામાં આવ્યાં છે. જે તે જિલ્લામાં ભરવાની થતી જગ્યાના આધારે 25 ગણા ઉમેદવારોની યાદીને ધ્યાને લઈને ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે.
વન રક્ષક વર્ગ 3ની 823 જગ્યાઓની ભરતીની શારીરિક કસોટી માટેના કોલ લેટર આગામી 30 સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યાથી OJAS પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો વધુ જાણકારી માટે હેલ્પલાઈન નંબર 1926 પર કોલ કરી શકે છે અથવા વન વિભાગની અને OJAS વેબસાઈટ પરથી પણ વધુ માહિતી મેળવી શકશે.
આ પણ વાંચો :રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટ બે અધિકારીઓને કરી ટકોર
આ પણ વાંચો :સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ
આ પણ વાંચો :શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ AI ટેકનોલોજીની લેશે મદદ
